સાઠંબા આંગણવાડી કેન્દ્રના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા

અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકોને નિઃશુલ્ક ગણવેશ વિતરણ કરવામાં આવી રહ્યા છે,જે અંતર્ગત આજરોજ બાયડ તાલુકાના સાઠંબા નગરમાં આવેલી જુદી જુદી આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ગામના સરપંચ શ્રી ઋતુરાજસીંહ સોલંકીના હસ્તે ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતા.
સાઠંબા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના ગણવેશ વિતરણ પ્રસંગે આંગણવાડી સંચાલક બહેનો, તેડાઘર બહેનો તથા ગામના સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ પુરોહિત. બાયડ