સાઠંબા ગામે શ્રાવણિયા જુગારી થયા સક્રિયઃ પાંચ જુગારી ઝડપાયા
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લામાં શ્રાવણ મહિનાના દિવસો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં ખિલતી જાય છે પ્રાપ્ત માહિતી મુજબ સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમતા પાંચ જુગારીઓને સાઠંબા પોલીસે પકડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સાઠંબા ગામ માં જુગાર રમતા પાંચ જુગારીઓને સાઠંબા પોલીસે બાતમીના આધારે દરોડો કરી રંગેહાથ ઝડપી લીધા છે. પકડાયેલા જુગારીઓ પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડ રકમ રૂપિયા ૧૯૦૦/- મુદ્દામાલ સાથે આરોપી
(૧) બાબુ ભાઈ ભેમાભાઈ રાવળ (૨) અલ્પેશ શનાજી ઠાકોર( ૩) રોનક રાવળ (૪ )દિનેશ રાવળ( ૫) ભલાભાઇ ગેદાભાઈ રાવળ તમામ રહે સાઠંબા તાલુકો બાયડની અટકાયત કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ સાઠંબા પોલીસ ચલાવી રહી છે.*