સાઠંબા નજીક આવેલા ધોમ ગામે મહિલાએ કરી આત્મહત્યા
અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાના બનાવોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે સાઠંબા પોલીસ મથકના ધોમ ગામે એક ત્રણ સંતાનોની માતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથકના ધોમ ગામે ત્રણ સંતાનોની માતા એવી મહિલા કપિલાબેન નરેન્દ્રસિંહ સોલંકીએ પારિવારિક ઝઘડામાં પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાધો હોવાનું જાણી મહિલાના પતિ નરેન્દ્રસિંહે મહિલા જીવિત હોવાનું જણાતાં 108 એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક બાયડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મ્રુત જાહેર કરી હતી.
ઘટનાની જાણ થતાં સાઠંબા પોલીસ મથકના મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર મમતા ગઢવી પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી માહિતી લઈ . બાયડ સામુહિક સામુહિક આરોગ્ય કેન્દ્ર પહોંચી મરનાર મહિલાની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દિલીપ પુરોહિત. બાયડ