સાઠંબા પોલીસે સફારી સ્ટ્રોમ માંથી ૧.૯૪ લાખ અને ભંગાર લોડીંગ રીક્ષાના ગુપ્ત ખાનામાંથી ૩૯૭ બોટલ દારૂ ઝડપ્યો
(પ્રતિનિધિ) ભિલોડા, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા રોજે-રોજ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચાતુ જ રહે છે. બુટલેગરો દર વખતે કોઈ નવો કીમિયો અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા રહે છે, જ્યારે બીજી બાજુ પોલીસ પણ બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવવા માટે સધન ચેકિંગ સાથે બાતમીદારોનું નેટવર્ક મજબુત રાખી વિદેશી દારૂની હેરાફેરીને નિષ્ફળ બનાવી રહી છે.
સાઠંબા પીએસઆઇ તરીકે એમ.ડી.ગઢવીએ ચાર્જ સાંભળતાની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે
સતત તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડવા દોડાદોડી કરી રહ્યા છે સાઠંબા પોલીસે બે જુદા-જુદા વાહનોમાંથી ૨.૫૦ લાખથી વધુનો દારૂ ઝડપી પાડવામાં સફળ રહી હતી
સાઠંબા પોલીસે રાજસ્થાન અને મહીસાગર જીલ્લામાંથી વિદેશી દારૂ ઘુસાડવાના બુટલેગરોના ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું હતું સાઠંબા પોલીસે ભરબજાર માંથી મોંઘી બ્રાંન્ડનો વિદેશી દારૂ ભરી પસાર થતી સફારી સ્ટ્રોમ ગાડીમાંથી ૧.૯૪ લાખથી વધુનો અને ભંગાર ભરેલી
લોડીંગ રીક્ષામાં ગુપ્ત ખાનું બનાવી સંતાડેલ રૂ.૫૬ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થા સાથે ૧ બુટલેગરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પરથી દારૂની લાઈનો ધમધમતી હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે
સાઠંબા પીએસઆઈ એમ.ડી.ગઢવી અને તેમની ટીમે પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલીંગમાં હતા ત્યારે સફેદ સફારી સ્ટ્રોમ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બુટલેગરો વીરપુર ધોળી ડુંગરી તરફથી આવી રહ્યા હોવાની બાતમી મળતા ખરોડ ચોકડી નજીક વોચ ગોઠવી દીધી હતી.
બાતમી આધારીત સફારી આવતા પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરોએ સાઠંબા બજાર તરફ ગાડી ભગાડતા પોલીસે પીછો કરતા ભીડ વચ્ચે ગાડી મૂકી બુટલેગરો ફરાર થતા પોલીસે સફારી ગાડીમાંથી વિદેશી દારૂની ૧૭૪ બોટલ કીં.રૂ.૧૯૪૮૫૦/- નો જથ્થો જપ્ત કરી કુલ.રૂ ૫.૯૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર કાર ચાલક અને અન્ય એક શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
સાઠંબા પોલીસે રાજસ્થાન તરફથી ભંગાર ભરી પસાર થતી શંકાસ્પદ લોડીંગ રીક્ષાને અટકાવી તલાસી લેતા ભંગાર ભરેલી લોડીંગ રીક્ષામાં નીચે ગુપ્ત ખાનું મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી પોલીસે તળીયા પરથી પતરું હટાવતા ગુપ્ત ખાનામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૯૭ કીં.રૂ.૫૬૮૦૦/- નો દારૂનો જથ્થો જપ્ત કરી
રીક્ષા ચાલક રાજસ્થાનના વીરપુર મેવડા ગામના વીરેન્દ્ર રામજી ભગોરાને ઝડપી પાડી વિદેશી દારૂ,મોબાઈલ, લોડીંગ રીક્ષા મળી કુલ.રૂ.૧.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ સુનીલ નામના બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.