સાઠંબા UGVCL ઓફિસે અનિયમિત વીજ પુરવઠાને કારણે ખેડૂતોએ મચાવ્યો હોબાળો

તારીખ 21, મે ના રોજ નાગાના મઠ ગામના ખેડૂતો એગ્રીકલ્ચર પાવર માં અવાર નવાર ખામીઓ રહેવા થી ખેડૂતો રોષે ભરાયા હતાં. ઓફીસ થી વારંવાર ખેડૂતોના ફોન નો યોગ્ય જવાબ ન મળતાં રોષે ભરાયેલા ખેડૂતો સાંજના સુમારે સાઠંબા ખાતે વીજ કંપનીની ઓફિસ પર જઈને હોબાળો મચાવ્યો હતો.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સાઠંબા વીજ કંપનીના કર્મચારીઓ ને ટેલીફોનીક વાતચીત કરતાં હમણાં પાવર આવશે હમણાં પાવર આવશે ના રટણ બાદ મોડે સુધી પાવર ના આપતાં વીજ કંપનીની ઓફિસ પર રૂબરૂ જવાની ફરજ પડી હતી.
વીજ કંપનીની ઓફિસ પર પહોંચ્યા બાદ જવાબદાર કર્મચારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં ન હતો. છેવટે ખેડૂતો રાત્રીના એક વાગ્યા સુધી જવાબદાર વીજ કંપની ના કર્મચારીઓ ની રાહ જોઈ તેમ છતાં કોઈ જવાબદાર કર્મચારીઓ ફરક્યા સુધ્ધાં ન હતાં.
હાજર કર્મચારીને પૂછતાં સાહેબ જમવા માટે ઘરે ગયા છે,,, સાહેબ ફિલ્ડ ઉપર ગયા છે,, સાહેબ ફોન નથી ઉપાડતા નું રટણ કર્યું હતું.
દિલીપ પુરોહિત. બાયડ