Western Times News

Gujarati News

સાડા ત્રણ વર્ષની રિલેશનશિપ બાદ એરિકાનું બ્રેકઅપ થયું

મુંબઈ, એરિકા ફનાર્ન્ડિસ ઘણા સમયથી ટીવી સ્ક્રીનથી દૂર છે. તે છેલ્લે શહીર શેખ સાથે કુછ રંગ પ્યાર કે એસે ભીમાં જાેવા મળી હતી. ફેન્સ તેને મિસ કરી રહ્યા છે, પરંતુ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી અપટેટ આપતી રહે છે.

એક્ટ્રેસે હાલમાં એક વેબ પોર્ટલ સાથે વાતચીત કરતાં સાડા ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થયું હોવાનો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસ રિલેશનશિપમાં હતી તે સૌ જાણતા હતા, પરંતુ કોની સાથે તેનું અફેર હતું તે વિશે કોઈ અવગત નહોતું.

કારણ કે, એક્ટ્રેસે ક્યારેય બોયફ્રેન્ડનું નામ લીધું નહોતું કે ન તો ચહેરો દેખાડ્યો. એક એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ સાથે વાતચીત કરતાં એરિકા ફનાર્ન્ડિસે જણાવ્યું હતું કે, તે એક પ્રકારના ઓન-ઓફ સંબંધો હતો. સાડા ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહી પરંતુ તે કામ કર્યું નહીં.

મારો બોયફ્રેન્ડ કોણ છે, તે વિશે ક્યારેય કેમ મેં ઉલ્લેખ ન કર્યો તેના વિશે લોકો કોમેન્ટ કરતા રહેતા હતા. મેં એટલા માટે નામ ન જણાવ્યું કારણ કે તે એક રિસ્પેક્ટ હતી. હું કોની સાથે છું તે અંગે કોઈને જણાવવા માગતી નહોતી. તે એક રિસ્પેક્ટ હતી, જે મેં દેખાડી.

સંબંધોમાં આમ જ હોવું જાેઈએ. બ્રેકઅપમાંથી બહાર આવવું એરિકા ફનાર્ન્ડિસ માટે સરળ નહોતું. પરંતુ એક્ટ્રેસ તેમાંથી ઘણુ શીખી. ‘હું બેવાર પડી અને મજબૂત બની. આ બાબતે મને મજબૂત વ્યક્તિ બનાવી. તેથી, હવે મારા જીવનમાં જે પણ આવશે તેને હું મને ગ્રાન્ટેડ તરીકે નહીં લેવા દઉ.

કુછ રંગ પ્યાર કે એસે ભી’ દરમિયાન એરિકાને કો-એક્ટર શહીર શેખ સાથે વાંધો પડ્યો હોવાના રિપોર્ટ્‌સ હતા. આ સિવાય એરિકા શહીરને સોશિયલ મીડિયા પર ફોલો ન કરી રહી હોવાથી ખબરોને જાેર મળ્યું હતું. આ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે કોઈ ઈશ્યૂં હતું. ઘણા લોકો છે જેઓ મને પૂછતા રહે છે કે, ‘તું તેને કેમ ફોલો નથી કરી રહી? અને હું હંમેશા કહેતી રહું છું કે, હું તેને ફોલો કેમ નથી કરતી તેવું લોકો કેમ પૂછી રહ્યા છે. તેણે ઉમેર્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે તે લોકો તેને ફોલો કરે તેમ નહોતો ઈચ્છતો.

કારણ કે લોકો ટ્રોલ કરતા રહે છે તેના વિશે તે જાણતો હતો. તેથી મોટાભાગના તેના મિત્રો અને પરિવારના સભ્યો આ કારણથી ક્યારેય તેને ફોલો કરતા નહોતા. આ એકબીજા પ્રત્યેની રિસ્પેક્ટ હતી’. તેણે તેમ પણ કહ્યું હતું કે, ઘણા એવા પણ લોકો છે, જેને તે સોશિયલ મીડિયા પર ફોલો નથી કરતી તેમ છતાં તેઓ સારા મિત્રો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.