Western Times News

Gujarati News

સાણંદમાં અમેરિકાના નાગરિકો પાસેથી નાણાં ખંખેરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

Files Photo

પોલીસે રર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો -વાસણા ઈયાવામાં બોગસ કોલ સેન્ટરમાંથી અમદાવાદના ૧૧ સહિત કુલ ૧૯ શખ્સો સામે ફરિયાદ નોધાઈ

સાણંદ, સાણંદ તાલુકાના વાસણા ઈયાણા ખાતે આવેલા બોગસ કોલ સેન્ટર ચલાવી અમેરીકન નાગરીકો પાસે રૂપિયા ખંખેરતા ૧૯ જેટલા શખ્સો સામે પોલીસે ફરીયાદ નોધાઈ છે. ગેરકાયદે કોલ સેન્ટર પર એલસીબીએ રેડ કરતાં કોલ સેન્ટરમાં દોડધામ મચી ગઈ હતી.

આ શખ્સો બોગસ કોલ સેન્ટર ખોલી અમેરીકાને બેકમાંથી લોન લેનારા અમેરીકન નાગરીકોની લીડ ડીટેઈલ મેળવી ફોન પર ડરાવી ધમકાવીને રૂપિયા ખંખેરતા હતા. પોલીસે દરોડા દરમ્યાન રૂપિયા રર,પ૦ લાખની કિંમતના કોમ્પ્યુટર સેટ, મોબાઈલ, સીસીટીવી કેમેરા અને વાહનો જપ્ત કર્યા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વિકી કિરીટભાઈ પ્રજાપતી રહે. સીન્યુ ભગવતી સોસાયટી, ભાવેશ રાજેશભાઈ ઠકકર રહે. ર૦૬ સોમેશ્વર એપાર્ટમેન્ટ સેટેલાઈટ, અમદાવાદ એ ભાગીદારીમાં સાણંદ તાલુકાના વાસણા ઈયાણામાં આવેલા નટરાજ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ ભાડે રાખી બોગસ કોલ સેન્ટર ચલાવતા હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસ ઈન્સ્પેકટર એચ બી ગોહીલે રાત્રે રેડ કરતાં કોલ સેન્ટરમાં દોડધામ મચી ગઈ હતી.

વિકી કિરીટભાઈ પટેલને ઝડપી લઈ તેની પુછપરછ કરતાં તેઓ અમેરીકન બેકમાંથી લોન લેનારા અમેરીકન નાગરીકોની ડિટેઈલ મેળવી જેને લોનના હપ્તા સમયસર ન ભરાય હોય તેમને બેક ખાતું બંધ કરી દેવાની ધમકી આપી ડરાવીને સમાધાન કરવા અને પોલીસ કેસ નહી કરવા માટે રૂપિયા ખંખેરતા હતા.

અમેરીકન નાગરીકો પાસેથી રૂપિયા લેવા માટે એપલ, ટાર્ગેટ, ગુગલ પ્લેના કાર્ડની ખરીદી કરાવડાવી તેનો નંબર મેળવી તેના પર પ્રોસેસ કરાવી અલગ અલગ આંગડીયા પેટીમાં નાણાં મંગાવતા હતા.

કોલ સેન્ટરમાંથી શાહરૂખ ગફારભાઈ શેખ રહે. સરખેજ, જુહાપુરા રોડ, અમદાવાદ ઉમંગ રમજેન્દ્ર મોર્ય રહે. શેલા સાણંદ ચેતન ભવાનીસિંહ રાજપુત વસ્ત્રાલ અમદાવાદ શાહરૂખ યુસફભાઈ શેખ વટવા અમદાવાદ, કરણ હેમનાથ અધિકારી રહે. સાણંદ સૈજરાજ મનુભાઈ ચાવડા રહે. મેમનગર અમદાવાદ, નિશ્ચય નરેન્દ્ર શર્મા રહે. ઈસનપુર અમદાવાદ નાઝીમ નાસર બેલીમ રહે. કસ્બો, કપડવંજ અબ્દુલવાહીદ મેવાતી રહે.

રામોલ, અમદાવાદ અજય વાસુદેવ ચૌહાણ રહે. વટવા, અમદાવાદ મનહોર ઉર્ફે મનીષ હરદત પાંડે રહે. કૃષ્ણનગર અમદાવાદ અજય રામનનિવાસ શર્મા વેજલપુર અમદાવાદ ગ્લેન ઓસ્કર કોરીયા રહે. મુંબઈ પ્રીતેશ સુરેશભાઈ સંજયભાઈ ઠકકર રહે. સેટેલાઈટ, અમદાવાદ કુલદીપ મંગલેશ બારોટ રહે. દરીયાપુર અમદાવાદને ઝડપી લીધા હતા.

પોલીસે ગેરકાયદે કોલ સેન્ટરમાંથી કોમ્પ્યુટર, મોબાઈલ સીસીટીવી અને વાહનો મળી રૂપિયા રર,પ૦,૩પ૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ શખ્સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.