Western Times News

Gujarati News

સાણંદમાં કોરોનાનો કોપ ઓછો કરવા બળિયાબાપજીના સ્થાનકે અભિષેક

અમદાવાદ: કોરોનાકાળમાં એકતરફ લોકોને હૉસ્પિટલ માટે, દવાઓ માટે બેડ માટે કતારો લગાવી પડે તેવી કપરી પરિસ્થિતિ છે. તો બીજી બાજુ સાણંદની અંધશ્રદ્ધાની એક તસ્વીર ઘણી જ વાયરલ થઇ રહી છે.

સાણદનાં નિધરાડ અને નવાપુર ગામમાં આવેલા બળિયાદેવ મંદિરે પાણી ચડાવવાનો ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં હજારોની સખ્યામાં ભીડ ઉમટી હતી. જેનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. સાણંદમાં ૧૫ દિવસમાં કોરોનાથી ઘણા લોકોના મોત થયા છે.

ત્યારે આટલી ભીડ ભેગી કરવા બદલ સાણંદ પોલીસે અત્યાર સુધી ૨૩ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
સરપંચ, ભીખાજીભાઇ, બળિયાદેવે આવીને ભૂવાને એવું કહ્યું કે, ૫૦ – ૧૦૦ માણસો આવીને મારા સ્થાનક ઉપર પાણી રેડો મને ટાઢો કરો. એટલે ગામમાં બધું સુખ શાંતિ કરી નાંખું છું.

૧૫ દિવસમાં ગામના ૩૦ માણસ મરી ગયા. પણ આ કર્યા પછી આપણે શાંતિ છે. તે પછી કોઇ ખરાબ સમાચાર નથી આવ્યાં. આવું કહે અને આપણે ન કરીએ તો એમને ટાઢા તો પાડવા પડે એટલે માત્ર ૫૦થી ૧૦૦ માણસોએ ભેગા થઇને આ કર્યું હતું.

સાણંદ તાલુકાના નિધરાડ ગામે પણ મોટી સંખ્યામાં ગ્રામજનોએ બળિયાદેવના મંદિરે ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. જેમાં મહિલાઓ માથે પાણી ભરેલા બેડા લઇને બળિયા બાપજીનાં મંદિરે જતા હતા અને પુરુષોએ મંદિરની ઉપર બેડાના પાણીથી અભિષેક કર્યો હતો. આ પ્રસંગે કોઇએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નહીં અને માસ્ક પણ પહેર્યા ન હતા.

જાેકે, આટલા બધા લોકો એકસાથે ભેગા થયા તેની જાણ શુદ્ધા પણ સ્થાનિક પોલીસને થઇ નહીં. પરંતુ આના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાનું શરૂ થતા સાણંદ પોલીસે ૨૩ લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, આવું જ નવાપુરા ગામમાં પણ બન્યું હતું જેમાં પણ કોરોનાના પ્રકોપથી બચવા માટે લોકો બળિયાદેવની બાધા રાખી રહ્યા છે અને તેના ભાગરૂપે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઉજવણીનો વીડિયો વાયરલ થતા ચાંગોદર પોલીસે નવાપુરા ગામમાં જઈ તપાસ કરતા બળિયાદેવના મંદિર પાસે મોટી સંખ્યામાં મહિલા એકઠા થયા હતા અને ડીજે વાગતું હતું. જેને લઈને પોલીસે તપાસ કરતા આયોજકોમાં કૌશિકભાઈ ભીખાભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાઘેલા, દશરથભાઈ રાજુભાઈ ઠાકોર, કિશનભાઈ ખોડાભાઈ ઠાકોર (તમામ રહે. નવાપુરા ગામ તા.સાણંદ)એ ધાર્મિક પ્રસંગનું આયોજન કર્યું હતું.

ટોળા ભેગા કરી માસ્ક નહીં પહેરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરી અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા લગ્ન અને ધાર્મિક પ્રસંગ અંગે જાહેરનામાંનું પાલન નહીં કરી અને મંજૂરી નહી લીધે તેમજ ધાર્મિક પ્રસંગમાં ભીડ એકત્રિત કરી ડી.જે લઇ આવનાર સંચાલક મહેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર (રહે.નવાપુરા ગામ)ના વિરૂદ્ધ ચાંગોદર પોલીસે જાહેરનામાં ભંગ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.