સાણંદમાં ટાટા નેનો પછી હવે ફોર્ડ મોટર્સ પણ ઉત્પાદન બંધ કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Ford.jpg)
સાણંદ, સાણંદમાંથી ટાટા મોટર્સ પછી હવે ફોર્ડ મોટર્સે પણ ઉત્પાદન બંધ કરવાનું જાહેર કર્યું છે. ફોર્ડ મોટર્સે કહ્યું છે કે તેઓ ચાલુ વર્ષે સાણંદ પ્લાન્ટ અને આગામી વર્ષે ચેન્નઈ પાસે આવેલા પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરશે. ભારત સરકાર વિદેશી કંપનીઓને સાચવી નથી શકતી એવા આક્ષેપો વારંવાર થતા રહે છે. એ વચ્ચે આ ર્નિણયને કારણે પરદેશથી આવનારી કંપનીઓ આવતા પહેલા અનેક વખત વિચાર કરશે.
ભારતમાં ૪ હજાર કર્મચારીઓ ફોર્ડમાં કામ કરે છે. તો હજારો લોકોને પરોક્ષ રોજગારી આપે છે. ચાર હજાર પૈકી કેટલાક તો ફોર્ડની અન્ય ઓફિસ કે પ્રોજેક્ટમાં શામેલ કરી લેવાશે.ફોર્ડ ઘણા સમયથી ભારતમાં તેની કામગીરી સંકેલવાની વિચારણા કરતી હતી. ભારતમાં તેમના રોકાણનું કોઈ વળતર મળતું ન હતું એવું કંપનીનું કહેવું છે.
બે દાયકામાં કંપની અબજાે ડોલરનું નુકસાન વેઠી ચૂકી છે. વધુમાં હવે કંપની ભારતમાં ઉત્પાદન સંકેલીને ઈલેક્ટ્રિક વાહનો પર ફોકસ કરવા માંગે છે. એ કાર માટેની કામગીરીઓ જાેકે ભારતમાં ચાલતી રહેશે.ફોર્ડના અત્યારે ભારતમાં ફોર્ડ ફિગો, ફોર્ડ એસ્પાયર, ફ્રીસ્ટાઈલ, ઈકો સ્પોર્ટ અને એન્ડેવેઅર વેચાય છે. આ ગાડીઓના ડિલર તરફથી જે ઓર્ડર છે એ પુરા કરાશે, પછી નવા ઓર્ડર નહીં લેવાય. એ પછી ભારતમાં ફોર્ડની ગાડી વેચાશે પણ પરદેશમાંથી બનીને આવશે. એટલે મોંઘી પડશે.
ફોર્ડની સર્વિસ, સ્પેર પાર્ટ્સ વગેરે ચાલુ રહેશે. કંપનીએ ટિ્વટર પર અને અન્ય સ્ટેટમેન્ટ દ્વારા ખાતરી આપી છે કે આ યુનિટ બંધ થવાથી ભારતમાં જે કાર વપરાશકારો છે, તેમને મળતી સર્વિસમાં કોઈ ફરક નહીં થાય. તેમને સર્વિસ આપવી એ કંપનીની પ્રાથમિકતા હતી અને રહેશે. એ ઉપરાંત ભારતમાં ફોર્ડના એન્જીનોનું ઉત્પાદન થાય છે એ પણ ચાલુ રહેશે.
ફોર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે ઘણા પ્રયત્નો છતાં અમે ભારતમાં આર્થિક રીતે સફળ થઈ શક્યા નથી. માટે નાછૂટકે આ ર્નિણય લેવો પડે છે.ફોર્ડે ૧૯૯૫માં ભારતમાં પ્રવેશ કર્યો હતો. એ વખતે કંપનીએ મહિન્દ્રા સાથે જાેડાણ કર્યું હતું. ૩ વર્ષ પછી કંપનીએ મહિન્દ્રાથી અલગ પડી પોતાની રીતે ભારતીય માર્કેટમાં વેચાણ ચાલુ કર્યુ હતુ. ભારતમાં ફોર્ડની પ્રથમ સ્વતંત્ર કાર ફોર્ડ આઈકોન હતી.HS