સાણંદ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા નારી સંમેલન યોજાયુ
ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની સાથે મહિલાઓની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૦૫ થી ગુજરાત રાજ્ય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે તાલુકાનું નારી સંમેલન યોજવામાં આવ્યું હતું. મહિલાઓ બંધારણીય અધિકારો અને સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓથી વાકેફ થઇને તેનો મહતમ લાભ મેળવે તે અંગે માર્ગદર્શન પુરુ પાડ્વામાં આવ્યું હતુ.
રાજય સરકાર મહિલાઓના ઉત્થાન માટે અનેક પ્રયત્નો કરે છે. રાજકીય, સામાજિક અને શૈક્ષણિક રીતે મહિલાઓ નેતૃત્વ સ્વીકારે એ આવશ્યક છે અને હવે મહિલાઓમાં પરિવર્તન આવ્યું છે.
વિવિધ ક્ષેત્રે મહિલાઓ નામનાઓ મેળવી રહી છે. મહિલાઓના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે, મહિલાઓ સામેના અત્યાચાર, અન્યાય અને ભેદભાવ રોકવા રાજય મહિલા આયોગ કાર્યરત છે
આ પ્રસંગે પ્રાંત ઓફિસર શ્રી જે.જે.પટેલ, તાલુકા વિકાસ અધિકારી, સ્ટેટ અને જિલ્લા કો ઓર્ડિનેટર , મહિલા PSI , અને તાલુકાની આંગણવાડીના બહેનો હાજર રહ્યા હતા.