Western Times News

Gujarati News

સાણંદ ખાતે ૮૬ કોરોના વોરિર્યસને આજે રસી આપવામાં આવી

રાજ્યના એડીશનલ ડાયરેક્ટર ફેમિલી વેલ્ફેર દ્વારા કોવિડ રસીકરણ કેન્દ્રની  મુલાકાત લેવામાં આવી

કોરોનાને નાથવા માટે કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં આજ રોજ સાણંદ, માંડલ અને ધંધુકા ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સાણંદ તાલુકાની સંસ્કાર સ્કુલ ખાતે આજ રોજ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ૮૬ જેટલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. જેમાં સરકારી આરોગ્ય કર્મચારીઓ, પ્રેક્ટિસનર્સ સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

સાણંદ કોવિડ રસીકરણ કેન્દ્ર પર ગુજરાત રાજ્યના એડીશનલ ડાયરેક્ટર (ફેમિલી વેલ્ફેર) ડૉ.નિલમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.નિલમ પટેલ દ્વારા કામગીરીને નિહાળવામાં આવી હતી અને સંતોષ વ્યકત કરવામાં આવ્યો હતો. તેમણે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી લેવા માટે અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરવું, બે વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે.

જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે સાણંદ ખાતે રસી આપવામાં આવેલ તેમાથી કોઇને પણ અત્યાર સુધી સહેજ પણ આડઅસર થઇ નથી આ પ્રસંગે જીલ્લા આરસીએચઓ ડૉ.ગૌતમ નાયકે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.