સાણંદ-ઘુમા વચ્ચે રેલ્વેના ચાર ટ્રેક બનશેઃ ઘુમાને મુખ્ય સ્ટેશન બનાવાશે
(એજન્સી) અમદાવાદ, રેલ્વે દ્વારા દિલ્હી-મુૃંબઈ ફ્રેટ કોરિડોરનુૃં કામ જાેરશોરથી ચાલી રહ્યુ છે. ગુજરાતમાંથી પસાર થતી આ લાઈનનુૃં અમદાવાદ પાસેના ગોધાવીમાં મુખ્ય જંકશન બનશે. હાલમાં સાણંદથી ઘુમા સુધી રેલ્વેેના બે ટ્રેક છે તેને ચાર કરવામાં આવશે. અને ગોરા ઘુમા સ્ટેશન હાલ બિનકાર્યરત છે તેને માલ પરિવહન માટેના મુખ્યસ્ટેશન તરીકે વિકસાવાશે.
માલ પરિવહન ઝડપી બને એ માટેે રેલ્વે દ્વારા નિર્માણાધીન દિલ્હી-મુંબઈ ફ્રેટ કોરીડોર (ડીએફચસી) નું કામ હાલ યુધ્ધના ધોરણેે ચાલી રહ્યુ છે. આ લાઈન ઉત્તર ગુજરાતથી પ્રવેશે છે જે કલોલ પાસે થઈ અમદાવાદના ગોધાવી પાસે થઈને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત થઈને મુબઈ જશે. અમદાવાદ પાસેના ગોધાવી ખાતે આ ડીએફસીનું મુખ્યજંકશન બનશે.
આ જંકશનમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે વેગન છૂટા પડે તેને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે ગોધાવીથી સાણંદ તરફ અને ગોધાવીથી ઘુમા (ગોરા ઘુમા) સુધી રેલ્વેના વધારાના બે ટ્રેક નાંખવામાં આવશેે. હાલમાં બે ટ્રેક છે તે ચાર ટ્રક બનાવવામાં આવશે. જેનું કામ પણ ચાલી રહ્યુ છે.
આ ઉપરાંત ઘુમા ખાતે હાલમાં નામ માત્રનું રેલ્વે સ્ટેશન છ. એને પરિવહન માટેના મુખ્ય રેલ્વે સ્ટેશન તરીકે વિકસાવાશે. એનું કામ પણ આંશિક રીતે શરૂ કરી દેવાયુ છે. જાે ઘુમા રેલ્વે સ્ટેશન ડેવલપ થશે તો ભવિષ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફથી આવતી અને જતી પેસેન્જર ટ્રેનોને અહીંયા સ્ટોપેજ મળી શકે છે.