Western Times News

Gujarati News

સાણંદ તાલુકાના અંતરિયાળ ગામોમાં યોગની પ્રત્યક્ષ તાલીમ આપતી નિધિ સાચા અર્થમાં લોકોની સ્વાસ્થ્ય નિધિ

(દેવેન્દ્ર શાહ દ્વારા) 19  વર્ષની નિધિ બારોટ…. આ નામ સાણંદ તાલુકાના નળકાંઠાના અંતરિયાળ ગામોમાં બીજી રીતે ગુંજે છે. આ ગામોમાં થોડા સમય પહેલા યોગ એટલે શું એ બહુ ઓછા લોકો જાણતા હતા પણ આજે આ ગામોનો પ્રત્યેક વ્યક્તિ નિધિને વ્યક્તિગત રીતે ઓળખે છે. નિધિ બારોટ આમ તો ગામની  ‘છોરી’ કહેવાય… ગામમાં જ ઉછરી છે…. નળકાંઠાના આંતરિયાળ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓના ભુલકાઓને યોગ શીખવાડવા જાય છે. આમ તો નિધિએ અભ્યાસમાં લકુલિશ  યોગ યુનિવર્સીટીની વિદ્યાર્થી છે પણ અભ્યાસ સાથે સાથે આ ગામડાઓમાં બાળકોને યોગની તાલીમ આપવાનું કાર્ય હાથ ધરેલ છે. ૨૧ જૂન…વિશ્વ યોગ દિન… રાજ્ય- દેશ સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ  દિવસ  તરીકે ઉજવાય છે… આપણા શાસ્ત્રોમાં પણ યોગનો મહિમા વર્ણવાયો છે.  નિયમિત યોગાસન કરનારના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યાના સંખ્યાબંધ દાખલા છે.  એટલુંજ નહી
પરંતુ નિયમિત યોગથી લાંબી બીમારીઓમાંથી રાહત-મૂક્તિની સાથે  મનની શાંતિ અને સમગ્રપણે તંદૂરસ્તી અનુભવાય છે. આમ “સ્વસ્થ શરીર, સ્વસ્થ મન સુખદ જીવન” માટે યોગ એક પર્યાય બની ચુક્યો છે ત્યારે ગામડા ગામમાં સામે ચાલીને જઈને બાળકોને યોગ શીખવાડવાનું બીડુ નિધિએ સ્વયં ઝડપ્યું છે. માનવ સેર્વા ટ્રસ્ટના શ્રી મનુભાઈ બારોટ કહે છે કે, ‘ માનવ સેવા ટ્રસ્ટ અને બૉસ  ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલતા સર્વગ્રાહી શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત નિધિ સાણંદ તાલુકાના અણિયારી,ઝાંપ,વનાળીયા,કુબા,કુંડલ,ગોવિંદા,ઉપરદલ,પાવા,મેલાસણા,રણમલગઢ,ખીચા,લેખમ્બા,શ્રીનગર,નાની કિશોલ,મોટી કિશોલ,કરનગઢ,લીલાપુર, જેવા ગામમોમાં પ્રાથમિક શાળાઓમાં યોગની પ્રાથમિક તાલીમ આપે છે. એતલું જ નહી પરંતુ આ સાથે નિધિએ અરવિંદ જેવી મોટી કંપનીઓના કર્મચારીઓને પણ યોગની તાલીમ આપી છે. પોતાના અભ્યાસ સાથે આટલી નાની ઉંમરમાં  પણ લોકોને કંઈક આપવાની ભાવના બાળપણથી જ નિધિમાં જન્મી છે…અને એટલે જ નિધિના મનમાં એવી ઈચ્છા પ્રબળ બની છે કે તેના વિસ્તારના બાળકો પણ યોગ અભ્યાસમાં નિપૂણ બને…’એમ તેઓ ઉમેરે છેનિધિનું આ કાર્ય સાચા અર્થમાં ઉમદા કાર્ય છે…. સલામ છે આવા બાળવીર એવી સ્વાસ્થ્ય નિધિને


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.