સાણંદ તાલુકાની ૧- ઘટક કચેરી અને ૩ આંગણવાડી કેન્દ્રોનું ઇ-લોકાર્પણ
૧ આંગણવાડી કેન્દ્રનું ઈ- ભૂમિપૂજન મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ શહેરી વિકાસ મંડળઅને ગ્રામ્ય વિસ્તારના વિવિધ કાર્યોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું
જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય વિસ્તરની મહિલા અને બાળ વિકાસ વિભાગના બાળ વિકાસ અધિકારીશ્રીની ઘટક કચેરીના ઇ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. જેમા સાણંદ તાલુકા કક્ષાની ૧- ઘટક કચેરી અને ૩ આંગણવાડી કેન્દ્રો નું ઇ-લોકાર્પણ તથા ૧ આંગણવાડી કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું
આ કાર્યકમમા સાણંદના ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.ડી.પ્રજાપતિ, પ્રોગ્રામ ઓફિસરશ્રી નરેન્દ્ર સિહ રાઠોડ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને આઇસીડીએસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.