સાણંદ મિત્રની સગાઈમાં આવેલ યુવાનનું ટ્રકની ટક્કરે મોત
અમદાવાદ, મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલ સાણંદમાં મિત્રની સગાઈમાં આવેલા એક યુવકને અકસ્માત નડ્યો હતો. અકસ્માત કરનાર ટ્રક ચાલક ફરાર થઈ જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાઈ છે. વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાનના ગલ્લાવાળા એ નજરે જાેતા ટ્રકનો નંબર પોલીસે મેળવી તપાસ શરૂ કરાઇ છે.
મૂળ રાજસ્થાનના અને હાલ સાણંદ તાલુકા માં રહેતા જીતેન્દ્રભાઈ ગુર્જર મિસ્ત્રી-કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨૦મીના રોજ તેમની સગાઇ રાખી હોવાથી તેમના ઘરે ઘણાં મહેમાન આવ્યા હતા. જેમાં તેમના ગામથી તેમનો મિત્ર શ્યામબિહારી શર્મા પણ આવ્યો હતો.
૨૨મીના રોજ સવારે પાંચેક વાગ્યાના સુમારે જીતેન્દ્રભાઈના કાકાએ તેઓને ફોન કરી જણાવ્યું હતું કે, તારી સગાઈમાં આવેલો તારો મિત્ર શ્યામ બિહારી શર્મા સવારે બાઈક લઈને બહાર ગયો હતો અને તેનું કોલટ આવવાના રોડ ઉપર આવેલા બાયપાસ ચોકડી પર અકસ્માત થતાં મરણ થયેલ છે.
જેથી જીતેન્દ્રભાઈ અને તેમના કાકા તે જગ્યા ઉપર ગયા હતા અને ત્યાં જઈને જાેયું તો જીતેન્દ્ર ભાઈના કાકાનું બાઈક પડ્યું હતું અને ત્યાં એક પાન મસાલાના ગલ્લાવાળા ભાઈ જયેન્દ્રભાઈ ઝાલાએ જીતેન્દ્ર ભાઈને જણાવ્યું કે, સવારના આશરે સાતેક વાગ્યાના સુમારે તેઓ તેમની દુકાન ખોલી રહ્યા હતા તે વખતે એક ટ્રક બાવળા બાયપાસ રોડ બાજુથી પૂર ઝડપે આવી હતી.