સાણંદ રેથલ ગામ પાસે અકસ્માત થતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

અમદાવાદ: રાજય માં દિવસે ને દિવસે અકસ્માતના કેસો વધતા જાેવા મળી રહ્યા છે. ઘણી વાર અકસ્માત ખુબ ભયાનક હોય છે જેમાં ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે. ત્યારેં આજે અમદાવાદ ના સાણંદ ના નળ સરોવર રોડ પર આવેલા રેથલ નજીક ગોવિંદા ગામના પાટિયા પાસે છકડો અને કાર વચ્ચે ભયંકરઅકસ્માત થયો હતો . જેમાં છકડાના ટૂકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં ૨ લોકોના મોત થયા છે જ્યારે ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાર અને છકડો ટકારતા છકડાંના ટુકડા થઈ ગયા હતા.
અકસ્માત બાદ કાર ચાલકનું ઘટનાસ્થળે જ જ્યારે બેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતાં ઇજાગ્રસ્તોને હાલ સાણંદ નવજીવન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ૧૦૮ની મદદ ન મળતા તમામ ઇજાગ્રસ્તોને પિકઅપ ડાલા માં નાખી સાણંદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. નળ સરોવર રોડ પર આવેલ રેથલ ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી.
છકડો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અત્રે નોંધનીય છે કે, છકડામાં નજીકમાં આવેલી એક ફેક્ટરી અને ખેતરના મજુરો બેઠેલા હોવાનું સામે આવ્યું છે. છકડામા ૩૦ જેટલા શ્રમિકો બેઠેલા હતા. ડાંગર રોપવાની સીઝન હોવાથી ખેતરમાં ગયેલા મજુરો પરત ફરી રહ્યા હતા. મજુરીકામ પૂર્ણ કરી ઘરે આવતા રસ્તામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અંગે જાણ થતા સાણંદ જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર છકડામાં ૧૫ જેટલા શ્રમિકો ભર્યા હતા. એક છકડામાં આટલી મોટી સંખ્યામાં લોકોને બેસાડ્યા હોવાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. પોલીસને જન થતા જ ઘટના પર જઈને આગળ તપાસ હાથ ધરી છે .