સાણંદ GIDCમાં ડાઈપર બનાવવાની કંપનીમાં ભીષણ આગ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સાણંદ જીઆઈડીસીમાં આવેલી એક ડાઈપર બનાવતી કંપનીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે શરૂમાં ફાયરની પ ગાડીઓ મોકલવામાં આવી હતી. જા કે બાદમાં કુલ ર૭ ગાડીઓ દ્વારા આગ બુઝાવવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. આ આગનું કારણ હજુ અકબંધ છે. પરતુ ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયર બ્રિગેડની ટીમ આગને નાથવામાં લાગી ગઈ હતી.
સાણંદ GIDC માં એક યુનિટ માં આગ pic.twitter.com/OTv5SyRiNt
— kinjal mishra (@kinjalmishra211) June 24, 2020
સાણંદ જીઆઈડીસીમાં આવેલી યુનિચાર્મ નામની ડાઈપર બનાવતી કંપની આવેલી છે. આ કંપનીમાં સવારે સવા નવ વાગ્યાના સુમારે અચાનક ધુમાડાના ગોટેગોટા બહાર નીકળ્યા હતા. જે ધ્યાને આવતા કંપનીનો ચોકીદાર ગભરાઈ ગયો હતો. અને સીધા જ ફાયરબ્રિગેડનો સંપર્ક સાધ્યો હતો અને ઘટનાની જાણકારી આપી હતી. ઘટનાની ગંભીરતા સમજી ફાયરબ્રિગેડે તુરત જ નજીકના ફાયર સ્ટેશનમાંથી ફાયર ફાયટર મોકલી આપ્યા હતા. જા કે ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પ્રહ્લાદનગર, થલતેજ, બોડકદેવ, જમાલપુર, શાહપુર, નરોડા સહિતના કેટલાંય ફાયર સ્ટેશનોમાંથી કુલ ર૭ ગાડીઓ મોકલવામાં આવી હતી. ઘટના બાદ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મળતી માહિતી અનુસાર વહેલી સવારનો સમય હોવાથી ફકટરી બંધ હતી. જેથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કેટલાંક ફસાયા હોવાની આશંકા છે તથા મોટું નુકશાન થવાની સંભાવના છે. જા કે સમગ્ર આગને કાબુ મેળવ્યા બાદ તપાસના અંતે સાચી હકીકતો જાણવા મળે. આ ઘટનાને કારણે સમગ્ર સાણંદમાં હડકંપ મચી ગયો છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જાઈ શકાતા હતા.