સાણંદ GIDCમાં પરપ્રાંતિય શ્રમિકો માટે હોસ્ટેલ બનાવાશે
શ્રમિકોને રહેવા માટે મહીને ૧,પ૦૦ અને જમવા માટે ૪,૦૦૦ ચુકવવા પડશે
(એેજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ઔધોગિક વિકાસ નિગમની એસ્ટેટમાં પરપ્રાંતીય શ્રમીકોને રહેવા માટેની વ્યવસ્થા મળી રહે તે માટે સકારે આવાસની યોજના વિચારી છે. આવી એક મોડલ યોજના સૌ પ્રથમ અમદાવાદ પાસેના સાણંદ જીઆઈડીસી એસ્ટેટમાં ઉભી કરવામાં આવી રહી છે.
સાણંદમાં ઉભી થનારી વસાહતમાં ૧૦૦૦થી વધુ શ્રમીકો રહી શકશે અને તેમને જમવાની વ્યવસ્થા પણ મળશે. સાણંદનું જીઆઈડીસી એસોસીએશન રાજય સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન પર ઈમારત બનાવશે. શ્રમ અને રોજગાર વિભાગના ટોચના અધિકારીએ કહયું હતું કે, સાણંદમાં શ્રમીકો માટેની યોજના એટલે કે હોસ્ટેલ ટાઈપના આવાસ બનાવવામાં આવશે.
જાે કે આ હોસ્ટેલમાં રહેનારા શ્રમીકોને વ્યકિતદીઠ માસિક ૧પ૦૦ રૂપિયા ભાડું આપવાનું રહેશે જયારે ભોજનનો ખર્ચ પ્રતી માસ ૪૦૦૦ રૂપિયા થશે. સાણંદની જીઆઈડીસીમાં અત્યારે ૧ર૦૦૦થી વધુ સ્થળાંતરીત શ્રમીકો કામ કરી રહયા છે.
જે હોસ્ટેલ બનાવાવમાં આવી રહી છે તેનો વિસ્તાર ૧.ર૦ લાખ ચોરસફુટ હશે અને તેનો ખર્ચ ર૦ કરોડ રૂપિયા જેટલો થશે. અધિકારીઓે જણાવ્યું હતું કે શ્રમીકો માટે હોસ્ટેલ બનાવવા અન્ય જીઆઈડીસી એસ્ટેટ તૈયાર થશે તો તેમને પરવાનગી આપવામાં આવશે. પીપીપી મોડલનો ઉપયોગ કરીને આ સુવિધા ઉભી કરાશે.
આવી હોસ્ટેલ બનાવવા માટે રાજય સરકારને સાણંદ ઉપરાંત સાવલી અને વાઘોડીયાના ઔધોગિક સંગઠનો તરફથી દરખાસ્ત મળી હતી. સરકાર દ્વારા જમીનના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. શ્રમનિકેતન યોજના હેઠળ સરકાર દ્વારા ગયા વર્ષે ૧૦ કરોડ આપ્યા હતા. જયારે આ વર્ષે ૧૦ કરોડ આપ્યા આ વર્ષે ૧ર.૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. વડોદરા, દહેજ અને સુરતમાં હોસ્ટેલ બનાવવા વિચારણા ચાલી રહી છે.