Western Times News

Gujarati News

સાણથલીનાં મિરલબેન બોરીચા બન્યા સૌથી યુવા મહિલા પોલીસ ઈન્સ્પેકટર

રાજકોટ, તાજેતરમાં જ પોલીસ ઈન્સ્પેકટરની પરીક્ષાનું પરીણામ આવતા મુ. સાણથલી તા. જસદણ, જી. રાજકોટના વતની સુ.શ્રી મિરલબેન લાભુભાઈ બોરીચાએ રેન્ક-ર૮ થી તથા મૌખિક ઈન્ટરવ્યુમાં સેકન્ડ હાયેસ્ટ માર્કસ સાથે સિલેકટ થઈને આહીર સમાજનું ગૌરવ વધારેલ છે.

મિરલબેન જણાવે છે કે, તેમણે પ વર્ષની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી પરંતુ કાકાએ કયારેય એમની ખોટ વર્તાવા દીધી નથી તેમની સફળતાનો શ્રેય મારા મમ્મી, કાકા અને મારા માસીને આપુ છું તથા ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટનું પણ અનન્ય યોગદાન છે.

ર૦૧૮માં પંચાયત વિભાગ દ્વારા મુખ્ય સેવિકાની જાહેરાત આવતા પ્રથમ પરીક્ષામાં જ તેઓ સફળ થયેલા પરંતુ અભ્યાસ ચાલુ હોવાથી તેઓ એલિજીબલ ના થઈ શકયા. ત્યારબાદ ર૦૧૯માં પી.આઈની ભરતી આવતા ફાઈનલ સિલેકશન ફકત ૧.રપ માર્કસથી ગાડી ચૂકી ગયા ત્યારે થોડી નિરાશ થયેલી. આ જ રીતે નાયબ સેકશન અધિકારીની પરીક્ષામાં પણ થોડા ગુણથી ચુકી જવાયું હતું આમ તેઓ પોતાની ભુલોમાંથી જ શીખ્યા છે.

કોરોનાની પ્રથમ અને દ્વિતીય લહેર તેમના સહીત તેમના પરિવાર ઉપર કાળનો કોળિયો બનીને ત્રાટકી. મા જેટલા જ વ્હાલા કાકી, તથા પછીથી તેમના બા અને મોટાબાપુને પણ ગુમાવ્યા, પી.આઈ.ની ફિઝીકલ પરીક્ષાની ૧ર દિવસ પહેલા ઘરમાં શોકમય વાતાવરણ થતા તેમને ઈમોશનલ સપોર્ટની જરૂર હતી પણ બધુ જ છોડીને આ સમયને સ્વિકારી પરિવાર સાથે રહીને જ આગળ વધતાં રહ્યા.

આવા સંજાેગોમાં મેઈન્સ આપીને ઈન્ટરવ્યુની તૈયારીઓ શરૂ કરી સમગ્ર પ્રોસેસમાં કોઈપણ કલાસ કર્યા વગર ક્રિષ્ના ફાઉન્ડેશનના સહયોગથી જાતે જ બધી તૈયારી કરી અને હાલના રિઝલ્ટમાં ર૮મા નંબર સાથે બેચના યંગેસ્ટ પીઆઈ તરીકે સિલેકટ થયા. મિરલબેન હજુ આગળની તૈયારી કરી જ રહ્યા છે અને કલાસ-૧ બનવાનું સ્વપ્ન સાકાર કરવા માટે સતત મહેનત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.