Western Times News

Gujarati News

સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સની જાહેરાત

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ઈનસર્વિસ ડોક્ટર્સ માટે નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા ડોક્ટર્સને નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

રાજ્ય સરકાર આ તમામને સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ટિ્‌વટર એકાઉન્ટ પર રક્ષાબંધનના પર્વ પર આ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરો તથા જી.એમ.ઈ.આર.એસની મેડિકલ કોલેજાેમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકો માટે સરકાર તરફથી આપવામાં આવેલી આ રક્ષાબંધનની ભેટ છે.

જેમાં હવે તમામ ડોક્ટર અને અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ નોન પેક્ટિકલ એલાઉન્સ મળશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિયેશન સાથે જાેડાયેલા રાજ્યભરના તબીબો તાજેતરમાં ધરણા પર ઉતર્યા હતા. તેમણે સાતમા પગાર પંચ મેળવવવાની વાત સાથે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં સરકારે પણ આ અંગે ખાતરી આપી હતી. આખરે તેમની માંગણી સંતોષાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.