Western Times News

Gujarati News

સાતમ-આઠમનાં તહેવારમાં ૧ર૩ કેસમાં ૭૪૦ જુગારીઓ પકડાયા: ર૦ લાખની રોકડ કબજે

પ્રતિકાત્મક તસવીર

સમગ્ર ઓગસ્ટ માસમાં આશરે ૪પ.૭૯ લાખની રોકડ પકડાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં જુગારબંધી હોવા છતાં શ્રાવણ માસ અને સાતમ-આઠમ તહેવારને બહાનું બનાવી કેટલાય રસિયાઓ જુગાર રમતા હોય છે જેમની વિરુધ્ધ શહેર પોલીસની કાર્યવાહી થતી હોય છે આવી જ કાર્યવાહી દરમિયાન જન્માષ્ટમીના દિવસે શહેરભરમાંથી ૪૧પ જુગારીઓને ઝડપી લઈ કેસો કરવામાં આવ્યા હતા અને ૬૯ કેસોમાં સાડા આઠ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

શહેરમાં પ્રતિબંધિત હોવા છતાં કેટલાય સ્થળોએ જુગારની પ્રવૃતિઓ ચાલતી હોય છે જેની વિરુધ્ધ શહેર પોલીસની રૂટીન કાર્યવાહી ચાલુ હોય છે. જાેકે શ્રાવણ માસ આવતાં જ જુગારની પ્રવૃતિ ખુબ જ વધી જતા પોલીસની સક્રીયતા વધી જતી હોય છે ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે પોલીસની કાર્યવાહી થતા મોટા પ્રમાણમાં જુગારીઓ પકડાય છે

ત્યારે જન્માષ્ટમીના દિવસે શહેર પોલીસે જુગારધારા હેઠળ ૬૯ કેસ કર્યા હતા અને ૪૧પ વ્યક્તિઓને ઝડપી લીધા હતા જેમની પાસેથી રોકડ, વાહનો, જુગારના સાધનો સહીત રૂપિયા ૮,૬૮,૪૬પ નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે નોંધનીય છે કે શ્રાવણ માસ તથા ઓગસ્ટ મહીનો લગભગ એક સાથે જ શરૂ થયા છે

જેથી પોલીસની કાર્યવાહી દરમિયાન ૧ ઓગસ્ટથી ર૯ ઓગસ્ટ સુધીમાં કુલ ૧૯૪ કેસ કરવામાં આવ્યા હતા જેમાં ૯૪પ જુગારીયાઓને ઝડપીને આશરે ર૬ લાખ ૩૦ હજાર રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી હતી ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ પકડાયો હતો જયારે ર૯ ઓગષ્ટ એટલે કે સાતમના દિવસે સૌથી વધુ પ૯ કેસમાં ૩રપ જુગારીયાઓને ઝડપી ૧૦,૮૦,૭૭૦ ની રોકડ કબજે કરવામાં આવી હતી.

આમ પોલીસે સમગ્ર ઓગસ્ટ મહીના દરમિયાન આશરે ૪પ.૭૯ લાખની રોકડ કબજે કરી હતી જેમાંથી આશરે ર૦ લાખની રોકડ સાતમ-આઠમના બે દિવસ દરમિયાન ઝડપાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.