સાત ધોરણ પાસ મહિલાએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી; બીજી ૧૦ બહેનોને રોજગારી આપી
બેંકેબલબલ યોજના થકી કાંતાબેને ૧.૧પ લાખની આર્થિક સહાય મળતા મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી
હિંમતનગર, સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માના વતની કાંતાબેન હિંમતભાઈ પંચાલને જીલ્લા ઉધોગ કેન્દ્ર થકી વાજપાઈ બેકેબલ યોજના અંતર્ગત ૧.૧પ લાખની આર્થિક સહાય મળવાથી કાપડ વેપાર, સીવણ કલાસ, બ્યુટીપાર્લર, ભરતગૂંથણ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને આર્થિક રીતે પગભર બન્યાં છે.
કાંતાબેન જણાવે છેકે, મારું પિયર કચ્છમાં છે અને ત્યાં હું ધોરણ સાત સુધીનો અભ્યાસ કર્યો છે. પોતાના પિયર કચ્છમાંથી ભરતગુંથણનું કામ શીખી હતી. લગ્ન પછી અહી સંસ્થા દ્વાર ચાલતા સીવણ કલાસમાં મહીલાઓને સીવણ શીખવાડીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ કાર્ય કરતા કરતા મને સ્વતંત્ર રીતે સીવણ કલાસ શરૂ કરવાનો વિચાર આવ્યો, પરંતુ આ સીવણ કલાસ શરૂ કરવા માટે મારી આર્થિક સ્થિતી સદ્ધર નહોતી.
જેથી મને મારા ઓળખીતા દ્વારા જીલ્લા ઉધોગ કેન્દ્ર હિંમતનગરની મુલાકાત લેવા અંગે માહિતી મળી જેથી હું જીલ્લા ઉધોગ કેન્દ્ર ખાતે ત્યાંના અધિકારીઓને મળી મારા વિચાર રજુ કર્યા અને ત્યાંથી મને ખૂબ સહકાર અને સ્વતંત્ર સીવણ કલાસ માટે રૂા.૧.૧પ લાખની આર્થિક સહાય મળી વધુમાં તેઓ જણાવે છે કે,
પોતાના સ્વતંત્ર સીવણ કલાસ શરૂ કરી પોતે જ કાપડ ખરીદીને પોતાના સીવણ કલાસમાં આવનાર મહીલાઓને સીવણ શીખવાડે છે. અને તૈયાર થયેલ સામાન બજારમાં વેપાર કરીને આર્થિક ઉપાર્જન મેળવે છે. આ ઉપરાંત કાંતાબેન કાપડનો વેપાર સુતરના હિંચકા, બનાવવા,
ચંપલ નાળીયેરીના રેસામાંથી ગણપતી બનાવવા શો-પીસની વિવિધ વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી મહીને ૧૦,૦૦૦/- થી વધુની કમાણી કરું છું સાથે મારા જેવી બીજી ૧૦ જેટલી બહેનોને રોજગારી આપું છું. આ બહેનો ઘરે બેઠા મહીને પાંચ છ હજાર કમાય છે.