Western Times News

Gujarati News

સાત પગલાં ખેડૂત કલ્યાણિના અંતર્ગત ખેડા જિલ્લા૦માં અંદાજે રૂા.૨.૨૦ કરોડના ખર્ચે ખેડૂતોને લાભાન્વિલત કરાશે 

પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કરતા દંડકશ્રી પંકજભાઇ દેસાઇ

નડિયાદ:ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણિ યોજના અંતર્ગત ત્રીજા ચરણનો ઇ-લોન્ચિં ગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર રાજયના ખેડૂત મિત્રોને મહામહિમ રાજયપાલશ્રી દેવવ્રતજી તથા મુખ્યગમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ માર્ગદર્શક ઉદબોધન કર્યું હતું. જેના ભાગરૂપે આજે ખેડા જિલ્લાખમાં તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા.

ખેડૂતમિત્રો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અને ખેડૂતો માટે અસરકારક કૃષિ વ્યયવસ્થાનપન- કૃષિ ઉત્પોદકતા વધે, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃધ્ધિ તરફ વળે તે માટે રાજય સરકાર દ્વારા આત્મ ર્નિભળ પેકેજ જાહેર કરાયું છે અને તેના ત્રીજા ચરણના ભાગરૂપે માટે સાત પગલાં ખેડૂત કલ્યારણના કાર્યક્રમ અંતર્ગત રાજયના કુલ બજેટમાંથી રૂા.૨.૨૦ કરોડની નાણાંકીય જોગવાઇ ખેડા જિલ્લા્‌ માટે કરવામાં આવી છે. તેમ ગુજરાત વિધાનસભાના મુખ્યે દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્યુંલ હતું.

તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પા દન ક્ષમતામાં વધારો થાય છે અને ચાલુ વર્ષે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતમિત્રો માટે બે યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના. આ બે યોજનાઓ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ માટે રૂા.૯૦૦/- પ્રતિ માસ લેખે વાર્ષિક રૂા.૧૦,૮૦૦/- ની સહાય આપવામાં આવશે. જયારે પ્રાકૃતિક ખેતી પધ્ધતિ માટે ખેડૂતમિત્રોને ૭૫ ટકા સાધન સહાય અથવા રૂા.૧૩૫૦/-ની સહાય આપવામાં આવશે. આ પ્રસંગે ખેડૂતમિત્રોને રાજય સરકારની ખેડૂત કલ્યાકણલક્ષી યોજનાઓના લાભ લેવા પંકજભાઇ દેસાઇએ અનુરોધ કર્યો હતો.

આ યોજના હેઠળ આજ સુધી અંદાજે કુલ ૮૩૦૪ ખેડૂતમિત્રોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ.આર.સોનારાએ સ્વાવગત પ્રવચનમાં માહીતી આપતા જણાવ્યુંલ હતું.  કાર્યક્રમમાં ઉપસ્થિેત ખેડૂતમિત્રોને મહાનુભાવોને વરદહસ્તેસ મંજૂરી પત્રો, મોમેન્ટોત તથા સફળ ખેડૂતમિત્રોને ચેક અર્પણ કરવામાં આવ્યા્‌ હતા. આ કાર્યક્રમમાં જિલ્લાક કલેકટરશ્રી આઇ.કે.પટેલ જિલ્લા નાં અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ તથા ખેડૂતમિત્રો ઉપસ્થ્તિ રહયાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.