સાત વર્ષની બાળા સાથે અડપલા કરનાર પ્રૌઢને દસ વર્ષની સજા
ગોંડલ, કોટડાસાંગાણી તાલુકાની સાત વર્ષની માસુમ બાળા સાથે અડપલા કરવા અંગે પકડાયેલા રમેશ દેવજીભાઈ વાઘેલા નામના પ્રૌઢ સામેનો કેસ ચાલી જતા એડિશનલ સેશન્સ જજ વી.કે. પાઠકે દસ વર્ષની કેદની સજાનો આદેશ કર્યો હતો.
અંદાજે અઢી વર્ષ પહેલા તા.૩૧.૧.૧૯ના રોજ સાત વર્ષની બાળા બપોરે સ્કૂલે ગઈ હતી
રીષેશ પડતા તે સ્કુલ પાસે હતી ત્યારે રમેશ દેવજીભાઈ વાઘેલાએ તેની સાથે અડપલા કર્યા હતા. આ અંગે બાળાએ તેની માતાને વાત કરી હતી બાદમાં બાળાની માતાએ ફરિયાદ કરતાં પોલીસે રમેશ વાઘેલાની ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ઘનશ્યામ ડોબરિયાએ ૧૧ સાહેદની જુબાની લીધી હતી
અને દસ્તાવેજી પુરાવા રજુ કરીને આરોપી રમેશ સામેનો કેસ સાબિત થતો હોય મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી બંને પક્ષને સાંભળી અને પુરાવાની તુલના કરીને એડિશનલ સેશન્સ જજ પાઠકે રમેશ દેવજીભાઈ વાઘેલાને દસ વર્ષની કેદની સજા કરી હતી.