સાત વર્ષમાં છ રાજયોમાં કોંગ્રેસથી છીનવાઇ ગઇ વિપક્ષની હેસિયત
નવીદિલ્હી: રાજયોમાં ક્ષેત્રીય પક્ષોની સરખામણીમાં પોતાની રાજનીતિક જમીન ગુમાવતી રહેલ કોંગ્રેસ ગત સાત વર્ષમાં એટલી બેદમ થઇ ગઇ છે કે અડધા ડઝન રાજયોમાં વિપક્ષની હેસિયત પણ બચી નહીં.વર્તમાન પાંચ રાજયોની ચુંટણીમાં બે વધુ રાજયોમાં કોંગ્રેસનો વિપક્ષી હોદ્દો પણ છીનવાઇ ગયો છે.પોડિચેરીમાં બે મહીના પહેલા સુધી સત્તામાં રહેલ કોંગ્રેસ આ ચુંટણીમાં ત્રીજા નંબર પર આવી ગઇ વિપક્ષનો દરજજાે હાંસલ કરવાની દોડમાં પણ બહાર થઇ ગઇ જયારે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી છે.
પોડિચેરીમાં પાંચ વર્ષ સુધી સત્તામાં રહેલ કોંગ્રેસ વર્તમાન ચુંટણીમાં રાજયની ૩૦ વિધાનસભા બેઠકોમાંથી ફકત બે બેઠકો પર જીત હાંસલ કરી ચુકી છે. જયારે કોંગ્રેસના સાથી પક્ષ દ્રમુકના ખાતામાં છ બેઠકો આવી છે સ્થાનિક પાર્ટી એનઆર કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાને કારણે ભાજપને પણ છ બેઠકો મળી છે અને ત્યાં પહેલીવાર એનડીએની સરકાર બની છે વિધાનસભાના આ સમીકરણને જાેતા કોંગ્રેસની જગ્યા હવે તેના સાથી દ્રમુુકને પોડિચેરીમાં વિપક્ષનો સત્તાવાર દરજજાે મળશે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની જગ્યાએ ભાજપ હવે મુખ્ય વિરોધ પક્ષ બની ગયો છે.
૨૦૧૪ની લોકસભા ચુંટણી બાદ ગત સાત વર્ષમાં કોંગ્રેસના સતત ઘટતા ગ્રાફનો અંદાજો તેનાથી લગાવી શકાય છે કે અડધા રાજયોમાં તે વિપક્ષનો હોદ્દે પણ ગુમાવી બેઠી છે. દક્ષિણના સૌથી મોટા રાજય આંધ્રપ્રદેશના વિભાજન કર્યા બાદ ૨૦૧૪ની ચુંટણીમાં પાર્ટીનો સફાયો થઇ ગયો ૧૦ વર્ષ સુધી સતત આંધ્ર પ્રદેશની સતામાં રહેલ કોંગ્રેસ આ ચુંટણીમાં એવી પરાજય થઇ કે વિપક્ષનો હોદ્દો પણ દુર ગત બે ચુંટણીમાં રાજયમાં તેનું ખાતુ પણ ખુલી શકયુ નહીં.
તેલંગણામાં તે ખુબ મુશ્કેલથી વિપક્ષની જગ્યા અત્યાર સુધી બચાવવામાં સફળ રહી ત્રિપુરામાં ૨૦૧૮ની ચુંટણીમાં ભાજપ અચાનક મજબુતીથી બહાર આવ્યું જયાં ડાબેરી કિલ્લો ધ્વસ્ત થયો તો તેનું નુકસાન કોંગ્રેસને પણ થયું કારણ કે તેની જગ્યાએ માકપા હવે રાજયમાં સત્તાવાર વિપક્ષ છે.આ પહેલા ઓરિસ્સામાં પણ ૨૦૧૯ની ચુંટણીમાં જ કોંગ્રેસ ત્રીજા નંબર પર આવી ગઇ અને ભાજપે વિપક્ષની જગ્યા લઇ લીધી આ ઉપરાંત ઉત્તરપ્રદેશ બિહાર જેવા મોટા રાજયોમાં લગભગ ત્રણ દાયકાથી કોંગ્રેસ મુખ્ય વિપક્ષીની હેસિયતમાં નથી અને સ્થાતિ ક્ષેત્રીય પાર્ટીઓના સહારે પોતાની રાજનીતિક પ્રાસંગિકતા બનાવવી રાખવા મહેનત કરી રહી છે.