Western Times News

Gujarati News

સાત વર્ષમાં ૬.૯૮ લાખને જ સરકારી નોકરી, હવે દોઢ વર્ષમાં ૧૦ લાખનું વચન

નવી દિલ્હી, પોતાના માસ્ટર સ્ટ્રોકને કારણે અલગ ઓળખ બનાવનાર નરેન્દ્ર મોદીએ ફરી આજના સળગતા સૌથી મોટા પ્રશ્ન બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દે સામાન્ય જનતા અને ખાસ કરીને યુવાવર્ગને ગાજર દેખાડતી વધુ એક જાહેરાત આજે કરી છે. વડાપ્રધાન કાર્યાલયે મંગળવારે આગામી દોઢ વર્ષ એટલેકે અંદાજે ૫૦૦ દિવસમાં ૧૦ લાખ નવી નોકરી સર્જનનો વાયદો આપ્યો છે.

જાેકે આ આંકડો સરકારના હાલના ખાલી પદો સાથે મેળ પણ ખાય છે એટલેકે એમાં કોઈ શંકા નથી. સરકારી વિભાગોના જરૂરી વર્કફોર્સની સામે હાલના વર્કફોર્સનો તફાવત ૯ લાખથી કઈંક વધુ જ છે.જાેકે સરકારની આ જાહેરાત ભ્રામક હોવાનું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અથવા આગામી ૧.૫ વર્ષમાં યોજાનારી ૧૧ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીલક્ષી હોવાનું એક ઉદાહરણ સરકારના આંકડા પરથી જ દેખાઈ આવે છે.

વાત છે ડિસેમ્બર, ૨૦૨૧નીપ મોદી સરકારના કેન્દ્રિય કેબિનેટ મંત્રીએ એક લેખિત જવાબમાં આપેલા આંકડા રજૂ કરે છે કે આગામી ૧.૫ વર્ષમાં નવી ૧૦ લાખ નોકરીઓ આપવાનું વચન માત્ર લોઢાના ચણા ચાવવા જેવું નહિ પરંતુ લગભગ અસંભવ જ છે.૨૦૧૪માં કોંગ્રેસના નેજા હેઠળની યુપીએ-૨ સરકારના સૂપડાં સાફ કરીને સત્તા પર આવેલ નરેન્દ્ર મોદીના નેજા હેઠળની એનડીએ સરકારે કાર્યકાળના ૭ વર્ષ એટલેકે ૨૦૨૧ સુધીમાં ૬.૯૮ લાખ લોકોને જ સરકારી નોકરી આપી છે.

૨૦૧૪થી જાહેર થયેલ ભરતીઓમાં કુલ ૬.૯૮ લાખ ખાલી જગ્યાઓ જ ભરાઈ છે તેવું નિવેદન ૨જી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે આપ્યું હતુ. એક સવાલના જવામાં સિંહે જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૪થી તેના વિવિધ વિભાગો માટે લગભગ ૬.૯૮ કર્મચારીઓની ભરતી કરી છે.ખાલી જગ્યાઓ પર ભરતી એ સતત પ્રક્રિયા છે. જે-તે વિભાગો દ્વારા ખાલી જગ્યાઓની જાણકારી આપવામાં આવે છે.

તે પદ પર ભરતી જાહેર કરી નિમણૂક કરવામાં આવે છે પરંતુ જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીમાં કેટલીક વધુ જગ્યાઓ ખાલી પડી જાય છે તેમ સિંહે ઉમેર્યું હતુ.સિંહે રાજ્યસભાને જણાવ્યું હતુ કે માર્ચ, ૨૦૨૦ સુધીમાં ૩૧,૩૨,૬૯૮ કર્મચારીઓ સરકારી પદો પર કામ કરી રહ્યાં હતા, જ્યારે ૮,૭૨,૨૪૩ જગ્યાઓ ખાલી હતી.

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં ત્રણ રિક્રુટમેન્ટ એજન્સીઓ દ્વારા ૪,૪૪, ૮૧૩ જગ્યાઓ ભરવામાં આવી છે.રસપ્રદ વાત એ છે કે મોદી સરકારના કાર્યકાળના ૭ વર્ષમાં અંદાજે ૭ લાખ ભરતી થઈ છે પરંતુ સિંહે ગત વર્ષે કહ્યું હતુ કે કે યુપીએ સરકારના પાછલા સાત વર્ષમાં માત્ર ૬.૧૯ લાખ ભરતીઓ કરવામાં આવી હતી. ૨૦૦૭-૦૮થી ૨૦૧૩-૧૪ સુધીમાં ૬,૧૯,૦૨૭ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી.

આ ભરતીઓ ત્રણ મોટી ભરતી એજન્સીઓ, સ્ટાફ સિલેકશન કમિશન (એસએસસી), સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) અને રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કુલ સરકારી કર્મચારીબળની સંખ્યા પણ વધારીને ૪૦,૦૪,૯૪૧ કરવામાં આવી છે, જે વર્ષ ૨૦૧૪માં ૩૬,૪૫,૫૮૪ હતી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.