સાથી ક્રિકેટરની ગર્લફ્રેન્ડ સાથે બળાત્કાર કરનાર ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ફરી દોષિત સાબિત
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને ઇંગ્લિશ કાઉન્ટી વૂસ્ટરશરના ઓલરાઉન્ડર એલેક્સ હેપબર્નને મોટો ઝટકો લાગ્યો છે. હેપબર્નને બળાત્કારના દોષિત તરીકે યથાવત્ રાખ્યો છે. એપ્રિલ ૨૦૧૯માં હેપબર્નને બળાત્કારનો દોષિત માન્યો હતો. જે પછી તેણે વૂસ્ટરશર ક્રાઉન કોર્ટમાં નિર્ણય સામે અપીલ કરી હતી.
વૂસ્ટરશર ક્રાઉન કોર્ટે હેપબર્નની સજા યથાવત્ રાખી છે. હવે તેણે પાંચ વર્ષ જેલમાં સજા કાપવી પડશે. ઉલ્લેખનીય છે કે, ૨૪ વર્ષીય હેપબર્ને ઊંઘમાં રહેલી મહિલા સાથે બળાત્કાર કર્યો હતો.
હેપબર્ને આ બળાત્કાર ૧ એપ્રિલ ૨૦૧૭ના રોજ કર્યો હતો. કોર્ટમાં ખુલાસો થયો છે કે, બળાત્કાર વોટ્સએપ ગ્રૂપમાં ચાલી રહેલી સેક્યુઅલ ગેમના કારણે કર્યો હતો. આ ગેમ અંતર્ગત હેપબર્ને એક નિશ્ચિત તારીખ સુધી વધારેમાં વધારે મહિલાઓ સાથે સંબંધ બનાવવાના હતા.
હેપબર્ને પોતાના સાથે ખેલાડી ક્લાર્કની ગર્લફ્રેન્ડની સાથે ખરાબ વર્તુણક કરી હતી. પીડિતાએ જજને બતાવ્યું હતું કે તે ઊંઘી રહી હતી ત્યારે હેપબર્ને તેને ટચ કર્યું હતું. પીડિતાને પહેલા લાગ્યું કે તેનો બોયફ્રેન્ડ છે જાકે થોડા સમય પછી તેને જાણ થઈ કે તે ક્લાર્ક ન હતો. આ પછી હેપબર્ને પીડિતા સાથે બળજબરીથી સંબંધ બનાવ્યો હતો. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જન્મેલો ઓલરાઉન્ડર હેપબર્ન કારકિર્દી બનાવવા માટે ૨૦૧૩માં ઇંગ્લેન્ડ ગયો હતો પણ તેના આવા ખરાબ વ્યવહારને કારણે ફક્ત ૨૩ વર્ષની ઉંમરમાં તેની કારકિર્દી તબાહ થઈ ગઈ હતી.