સાથ નિભાના…ની રાશીએ પહેલા લીધેલો ર્નિણય બદલ્યો
મુંબઈ: રુચા હસબનીસ ઘણા લાંબા સમયગાળા બાદ ટેલિવિઝનની નાની સ્ક્રીન પર કમબેક કરવા અંગે વિચાર કરી રહી છે. ૨૦૧૪માં લગ્ન કર્યા બાદ રુચાએ એક્ટિંગ ઈન્ડસ્ટ્રી છોડવાનો અને પરિવા પર ફોકસ કરવાનો ર્નિણય લીધો હતો. પરંતુ સાથ નિભાના સાથિયામાં રાશીનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસે હવે પોતાનું મન બદલી લીધું હોય તેમ લાગી રહ્યું છે. રુચાએ કહ્યું કે, પહેલા મારી દીકરી નાની હોવાથી તેને એકલી મૂકવી શક્ય નહોતું.
હવે તે થોડી મોટી થઈ ગઈ છે અને તેને સંભાળવી થોડી સહેલી છે. સારી સ્ક્રીપ્ટ અને મજબૂત પાત્ર મળશે તો એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરીશ. જાે નાનકડો રોલ હશે તો પણ મને તે લેવામાં વાંધો નહીં આવે.
દીકરીનું ધ્યાન રાખવા સિવાય એક્ટ્રેસ તેના સ્ટાર્ટ-અપમાં પણ વ્યસ્ત છે. કામ અને ફેમિલી ટાઈમ વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવે છે, તેમ પૂછતાં તેણે કહ્યું કે, હું મારા પતિ સાથે મારા પોતાના સ્ટાર્ટ-અપ પર કામ કરી રહી છું. આ સાથે મારે મારી દીકરીને પણ સંભાળવાની હોય છે અને તેમા મારો ઘણો સમય જાય છે. એક્ટિંગ મારો સૌથી મોટો જુસ્સો છે.
તેથી જાે મને સારા પાત્રની ઓફર મળશે તો હું તેના લેતા અચકાઈશ નહીં. હું કામ અને પરિવાર વચ્ચે બેલેન્સ જાળવી લઈશ. રુચાને મોટાભાગના લોકો સાથ નિભાના સાથિયાની રાશી તરીકે ઓળખે છે. શો હંમેશા મારા દિલની નજીક રહેશે. દર્શકોને પહેલી સીઝન ખૂબ ગમી હતી.
હકીકતમાં જ્યારે શોનું ફરીથી પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે પણ લોકોએ જાેયો. લોકો હજુ મને રાશી તરીકે ઓળખે છે અને હું તે પાત્ર ભજવવાનું મિસ કરી રહી છું. તે રોલ અદ્દભુત હતો, તેમ અંતમાં એક્ટ્રેસે કહ્યું.
સાથ નિભાના સાથિયામાં રુચા સાથે કામ કરનારી દેવોલીના ભટ્ટાચાર્જી બિગ બોસ ૧૪ના ઘરમાં છે. ત્યારે રુચા હાલમાં જ તેના સપોર્ટમાં આવી હતી. તેણે કહ્યું હતું કે, ગોપી વહુ નિર્દોષ હતી, જે રાશીના કાવતરા વિશે ભાગ્યે જ સમજતી હતી. પરંતુ દેવોલીના સ્માર્ટ છે અને જાણે છે કે, તે શું કરી રહી છે. તે મજબૂત વ્યક્તિ છે, જે ક્યારેય નોનસેન્સ વાતો કરતી નથી. કોઈ પોતાના મતલબથી દેવોલીના સાથે વાતો કરે તો તે મને ગમતું નથી. તે પાછા લડવા માટે પૂરતી મજબૂત છે’.