“સાથ નિભાના સાથિયા ૨”ની કોકિલા-ગોપી પરત આવી

મુંબઈ: લોકડાઉન દરમિયાન સાથ નિભાના સાથિયાનો રસોડે મે કૌન થા? ડાયલોગ ખૂબ વાયરલ થયો હતો. જેને સોશિયલ મીડિયા ક્રિએટર યશરાજ મુખાટેએ રેપમાં બદલ્યો હતો. આ ડાયલોગ દરેકને એટલો ગમી ગયો હતો કે બધા પોત-પોતાની સ્ટાઈલમાં વીડિયો બનાવવા લાગ્યા હતા.
હવે આ ડાયલોગ ફરીથી સ્ટેજ પર રિ-ક્રિએટ થતો જાેવા મળવાનો છે. આ માટે ‘સાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી એટલે કે રુપલ પટેલ અને ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીને સાથે લાવ્યા છે. વાત, એમ છે કે એક એવોર્ડ ફંક્શન દરમિયાન ગોપી-કોકિલા ફરીથી આ ડાયલોગ બોલવાના છે.
જેની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ચેનલે શેર કરેલા વીડિયોને દેવોલીના ભટ્ટાચાર્જીએ રિ-ટ્વીટ કર્યો છે. જેની સાથે લખ્યું છે કે, ‘વહુને આંગળી પર નચાવતી સાસુ, પોતે પણ નાચશે. ગોપી અને કોકિલા હાસ્ય અને મસ્તીનો માહોલ બનાવવા આવી રહ્યા છે. રસોડે મે કૌન થા? રેપ ખૂબ જ વાયરલ થયું હતું અને બોલિવુડ એક્ટર્સ, ટીવી સ્ટાર્સ, ક્રિકેટર્સથી લઈને સામાન્ય લોકો સુધી સૌ કોઈએ સોશિયલ મીડિયા પર પોતાનું રસોડે મે કૌન થા? વર્ઝન ક્રિએટ કર્યું હતું.
રસોડે મે કૌન થા?’ બાદ લોકો ‘સાથ નિભાના સાથિયા’ની બીજી સીઝન લાવવાની માગ કરી રહ્યા હતા. તો મેકર્સ પણ લોકોની માગણીને માન આપીને બીજી સીઝન લઈને આવ્યા છે. જેમાં રુપલ પટેલ, મહોમ્મદ નઝિમ અને દેવોલીના ભટ્ટાચાર્જી થોડા સમય માટે જાેવા મળ્યા હતા. સીરિયલની બીજી સીઝન ગેહના અને અનંતની કહાણી નથી. અનંતનો રોલ હર્ષ નાગર જ્યારે ગેહનાનો રોલ સ્નેહા જૈન નિભાવી રહી છે.