‘સાથ નિભાના સાથિયા ૨’માં હર્ષ-સ્નેહા લિડ રોલ કરશે

મુંબઇ: સીરિયલ ‘સાથ નિભાના સાથિયા‘ બીજી સીઝન સાથે પરત આવી રહી છે. છેલ્લા થોડા દિવસથી ચર્ચા થઈ રહી હતી કે આ શોમાં યંગ કપલ તરીકે કોને લેવામાં આવશે. હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે કારણકે લીડ એક્ટર્સ નક્કી થઈ ગયા છે. માહિતી પ્રમાણે, હર્ષ નાગર અને સ્નેહા જૈનને લીડ રોલમાં લેવામાં આવ્યા છે. સાથ નિભાના સાથિયા સીરિયલના પ્રોડ્યુસર રશ્મિ જૈને કહ્યું, કોરોના મહામારીના કારણે ઓડિશન ઓનલાઈન લીધા હતા એટલે પસંદગી કરવી મુશ્કેલ રહી હતી. જો કે, હવે અમારી કાસ્ટ નક્કી થઈ ગઈ છે. હર્ષ નાગર અનંતના રોલમાં જોવા મળશે. હર્ષે ભૂતકાળમાં અમુક સીરિયલોમાં કામ કર્યું છે
જ્યારે સ્નેહા જૈન હિંદી ટેલિવિઝન પર નવો ચહેરો હશે. ગહેનાના રોલમાં જોવા મળનારી સ્નેહાએ અગાઉ ગુજરાતી સીરિયલો અને નાટકોમાં કામ કર્યું છે.
સાથ નિભાના સાથિયાની પહેલી સીઝનના પાત્રો જેવા કે ગોપી અને અહમ એટલે કે એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી અને એક્ટર મોહમ્મદ નાઝીમનું શું?
આ વિશે વાત કરતાં રશ્મિએ કહ્યું, સીરિયલની મહત્વની કાસ્ટ બીજી સીઝનમાં પણ જોવા મળશે. મોદી પરિવાર પણ નવી વાર્તાનો ભાગ હશે. રશ્મિને પૂછવામાં આવ્યું કે, શોની બીજી સીઝન અત્યારે લાવવાનું શા માટે વિચાર્યું? ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું, “બીજી સીઝન લાવવાનું પ્લાનિંગ અમારા મગજમાં પહેલાથી જ હતું. જ્યારે લોકડાઉન દરમિયાન અમારો શો બીજી વખત પ્રસારિત થયો ત્યારે તેને સારો રિસપોન્સ મળ્યો. આ ઉપરાંત રસોડે મેં કૌન થા રૅપ પણ ખૂબ જ પોપ્યુલર થયું. ત્યારે અમને લાગ્યું કે હવે બીજી સીઝન લાવવી જ જોઈએ. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ સાથ નિભાના સાથિયા ૨નું ટીઝર લોન્ચ થયું હતું.
જેમાં ગોપી વહુ એટલે કે એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી શોના નવા કેરેક્ટર વિશે વાત કરતી જોવા મળે છે. ગોપી ગહેના વિશે વાત કરતી સાંભળવા મળે છે. ત્યારે હવે ગહેનાનો રોલ કોણ કરશે તે ફાઈનલ થઈ ગયું છે. ત્યારે હવે આ શો ટૂંક સમયમાં જ દર્શકોનો ટીવી પર ફરી જોવા મળશે. જણાવી દઈએ કે, ‘સાથ નિભાના સાથિયા સીરિયલ ૨૦૧૦માં શરૂ થઈ હતી. આ એક પારિવાર શો હતો.