સાધકો દ્વારા ગાયત્રી યજ્ઞમાં વિશેષ આહુતિ સમર્પિત કરાઈ
કોરોના મહામારી સામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જીલ્લાભરમાં ૫૦૦૦થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી
(પ્રતિનિધિ) મોડાસા, કોરોના વાયરસના સંક્રમણથી વિશ્વ ચિંતા ગ્રસ્ત છે. ત્યારે રોગોના જીવાણુંઓથી દુષિત વાતાવરણમાં સેનેટાઈઝ કરવામાં સહાયક ભારતીય સંસ્કૃતિમાં અદ્ભૂત પ્રયોગ એવા યજ્ઞનું પણ ખૂબજ મહત્વ છે. જેમાં અગ્નિમાં શુદ્ધ ભાવનાથી મંત્રોચ્ચાર સાથે ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રી હોમવામાં આવે છે .
તે અનેક ઘણી સૂક્ષ્મ ઉર્જા માં પરિવર્તન પામે છે. જે રોગોના જીવાણુઓ નાશ કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે. આસપાસના વિસ્તારને સેનેટાઈઝ કરે છે. તેમજ આ ઔષધિઓથી ઉત્પન્ન થનાર ઉર્જાવાન વાયુ મનુષ્યના શરીરમાં શ્વાસોશ્વાસ દ્વારા શરીરમાં જઈ લોહીમાં ભળી જવાથી વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે.
આ યજ્ઞ કાર્ય દરમિયાન ભાવ સંવેદનાથી થતાં મંત્રોચ્ચારથી આત્મબળમાં પણ વૃદ્ધિ થાય છે. આ યજ્ઞના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રીતે થતાં અદ્ભૂત લાભ આપતા યજ્ઞના મહત્વને જન જન સુધી પહોંચાડવાના પ્રયોગ રુપે અખિલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા વિશ્વભરમાં એકજ દિવસે એક સાથે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન આજે ૨૬ મે ના રોજ રાખવામાં આવ્યું .
જેમાં વિશ્વસ્તરે સો જેટલાં દેશો સહિત અરવલ્લી જીલ્લામાં મુખ્ય મથક મોડાસા સહિત બાયડ ,ધનસુરા, ભિલોડા, મેઘરજ, માલપુર તાલુકામાં પણ ઘેર ઘેર સ્વયં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોડાસા આસપાસના ૩૦ જેટલા ગામો સહિત મોડાસામાં પણ અનેક વિસ્તારોમાં ઘેર ઘેર ગાયત્રી યજ્ઞમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્ર બોલી ઔષધીય જડીબુટ્ટીઓ થી બનાવેલ હવન સામગ્રીથી આહુતિ આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર મોડાસા ક્ષેત્રમાં યજ્ઞના મહત્વની અગાઉથી સૌને સોસીયલ મિડિયા દ્વારા વિગતવાર જાણકારી મળતા સૌમાં ઉત્સાહ વધતા મોડાસા ક્ષેત્રમાં ૨૧૦૦ થી વધુ ઘરોમાં યજ્ઞ સંપન્ન થયા. *