સાધ્વી પ્રજ્ઞા સંરક્ષણ કમિટીમાં
નવી દિલ્હી, વિવાદાસ્પદ નિવેદનો કરનાર મધ્યપ્રદેશના ભોપાલના સાંસદ અને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં એક સમયે આરોપી સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની કમિટીમાં મોટી જવાબદારી અપાઈ છે. આ કમિટીમાં સાધ્વી પ્રજ્ઞાને સભ્ય બનાવાયા છે.જેના ચેરમેન ખુદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે..કમિટીમાં કુલ 21 સભ્યો છે. જોકે કોંગ્રેસે તરત જ આ બાબત પર પ્રતિક્રિયા આપી દીધી છે.કોંગ્રેસે કહ્યુ છે કે, ભાજપની કરની અને કથનીમાં ફરક છે કારણકે સાધ્વી પ્રજ્ઞા માટે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું તેમને ક્યારેય મનથી માફ નહી કરી શકું. કોંગ્રેસના નેતા જયવીર શેરગીલે વધુમાં ટ્વિટ કરીને કહ્યુ છે કે, પ્રજ્ઞા ઠાકરુને ડિફેન્સ કમિટીમાં સામેલ કરાયા છે.જેમની સામે બોમ્બ બ્લાસ્ટનો કેસ ચાલી રહ્યો છે પણ ચિંતાની વાત નથી.ભારત માતા કી જય.એવુ લાગે છે કે, નાથૂરામ ગોડસેના ભક્તોના સારા દિવસો આવી ગયા છે. સાધ્વીએ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા અને આ મામલે વિપક્ષોએ હંગામો પણ મચાવ્યો હતો.એ પછી પીએમ મોદીએ નિવેદન આપવુ પડ્યુ હતુ.આ મામલામાં તેમને ભાજપે શો કોઝ નોટીસ પણ આપી હતી.