સાનિયા અહેમદ ગામમાં ૨૦ લોકોને બસમાંથી રેસ્ક્યૂ કરાયા
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ
ભગવાનપુરા સાંબા, કાવિઠા અને આમચક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ભારે વરસાદથી લોકોનું જીવન પ્રભાવિત થયું છે
સુરત,સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રિ દરમિયાન પણ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાના મહુવા તાલુકાના ત્રણ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભગવાનપુરા સાંબા, કાવિઠા અને આમચક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ભારે વરસાદથી લોકોનું જીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ સુરતના સાનિયા અહેમદ ગામ ખાતે બસમાં ફસાયેલા ૨૦ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મોડી રાત્રે ૧૧ વાગ્યા ફાયરની ટીમ દ્વારા તમામ લોકોને સુરક્ષિત બસની બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સુરતના સાનિયા અહેમદ ગામ ખાતે પાણી ભરાયા હતા. જેના પગલે ગામના સ્થાનિકોની મુશ્કેલી વધી હતી.
આ દરમિયાન એક બસમાં ૨૦ જેટલા લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. જે બાદમાં ફાયરની ટીમ બોટ સાથે પહોંચી હતી. ફાયરની ટીમે તમામ લોકોને બસમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. તમામ લોકોને ખોડિયાર માતાના મંદિર ખાતેથી રેસ્ક્યૂ કરાયા હતા.
સુરત જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલો વરસાદઃ
બારડોલી: ૨.૫ ઇંચ
કામરેજ : ૩ ઇંચ
પલસાણાઃ ૩ ઇંચ
ઓલપાડ: ૧.૫ ઇંચ
માંડવી: ૩.૫૦ ઇંચ
મહુવા : ૩.૨૫ ઇંચ
માંગરોળ: ૨.૫ ઇંચ
ઓલપાડ:૧.૫ ઇંચ
ઉમરપાડા: ૫ ઇંચ
સુરત સીટી: ૨ ઇંચ
ડેમની સપાટીઃ
આમલી ડેમ : ૧૧૪.૬૦ મીટર ભયજનક સપાટી : ૧૧૫.૮૦ મીટર ઈનફ્લોઃ ૨૨૯૬ ક્યુસેક આઉટફ્લો: ૨૨૯૬ ક્યુસેક
વરસાદની આગાહીઃ હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી ૨૪ કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો થયો છે. સરદાર સરોવર ડેમના કુલ ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના ૨૩ દરવાજા ૩.૨૫ મીટર ખોલાયા છે. ડેમમાં ૩,૯૦,૬૫૬ ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા નદીમાં ૫ લાખ ક્યુસેક પાણી છોડાયું છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૪.૫૪ મીટર નોંધાઇ છે.ss1