સાનિયા મિર્ઝાની ટેનિસમાંથી નિવૃત્તી લેવા માટેની જાહેરાત
નવી દિલ્હી, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે પહોંચેલી સાનિયા મિર્ઝાનુ કહેવુ છે કે, આ મારી આખરી સિઝન છે.આમ ૨૦૨૨માં સાનિયા મિર્ઝા છેલ્લી વખત ટેનિસ રમતી દેખાશે.
ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાનિયાને આજે હારનો સામનો કરવો પડ્યો હતો.એ પછી તેણે કહ્યુ હતુ કે, આ મારી આખરી સિઝન હશે.હું આગળ રમવા માટે તૈયારી તો કરી રહી છું પણ નક્કી નથી કે, ૨૦૨૨ની સિઝન પણ હું પુરી રમીશ કે નહીં…કારણકે મને લાગે છે કે, હું સારુ રમી શકુ છુ પણ હવે શરીર પહેલાની જેમ સાથ નથી આપતું.
ભારતીય ટેનિસ માટે આ ઝાટકો હશે.સાનિયા ૨૦૦૩ થી ઈન્ટરનેશનલ ટેનિસ ભારત માટે રમી રહી છે અને બે દાયકા બાદ તે ટેનિસ કોર્ટ પરથી વિદાય લેશે.
સાનિયા મિર્ઝાએ ડબલ્સમાં યુક્રેનની પાર્ટનર સાથે કોર્ટ પર ઉતરી હતી પણ પહેલા રાઉન્ડમાં આ જાેડી હારી ગઈ હતી.હવે સાનિયા અને રોહન બોપન્ના ભારત વતી મિક્સ ડબલ્સમાં ઉતરશે.SSS