સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક સ્થળોએ લોકો ઉમટયા
ડાંગ, કોરોનાના સેકન્ડ વેવમાં ઘરમાં પુરાઇને કંટાળેલા લોકો સેકન્ડ વેવ નબળો પડતાની સાથે જ બહાર નિકલી પડ્યાં છે. ગુજરાતનાં ફરવા લાયક સ્થળો પર લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે. આ સ્થિતિ માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશની છે. દેશનાં તમામ ફરવા લાયક સ્થળો પર લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે.
જેના કારણ કેન્દ્ર સરકાર પણ પોતાની ચિંતા ભીડ અંગે વ્યક્ત કરી ચુકી છે. કોરોનાનો સેકન્ડ વેવ સમાપ્ત નહી થયો હોવાનું તથા લોકોને હાલ ઘરમાં જ રહેવાની અપીલ પણ સરકાર કરી ચુકી છે. જાે કે બે વેવ દરમિયાન ઘરમાં પુરાઇને થાકેલા લોકો હવે ફરી લેવાના મુડમાં જાેવા મળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતના હરિયાળા જિલ્લા તરીકે જાણીતા અને મહારાષ્ટ્ર બોર્ડર પર રહેલા સાપુતારામાં રવિવારના દિવસે ભારે ભીડ જાેવા મળી હતી. પ્રાકૃતિક સ્થળોથી ભરપુર સાપુરાતા ચોમાસા દરમિયાન સોળેકળાએ ખીલી ઉઠે છે. આ દરમિયાન લોકો પણ મોટા પ્રમાણમાં અહીં ફરવા માટે ઉમટી પડે છે.
જાે કે કોરોના કાળ હોવાનાં કારણે આ પ્રવાસન સ્થળ ગત્ત સિઝનમાં ઉજ્જડ જ રહ્યું હતું. પરંતુ હવે કોરોનાનો સેકન્ડ વેવ ધીરે ધીરે નબળો પડી રહ્યો છે ત્યારે લોકો હવે સાપુતાના અને ડોન હિલ જેવા ડાંગના હિલ સ્ટેશન અને પ્રાકૃતિક સ્થળે ઉમટી પડ્યાં છે.