Western Times News

Gujarati News

સાપુતારા સ્થિત બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

(ડાંગ માહિતી બ્યૂરો)ઃ આહવા,
તા.પમી જૂન ઃ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપે ગિરિમથક સાપુતારા સ્થિત બ્રહ્માકુમારીઝ દ્વારા, સંસ્થાના પટાંગણમાં બાળવૃક્ષોનું વાવેતર કરીને, પર્યાવરણના જતન અને સંવર્ધનનો સંદેશ પાઠવવામાં આવ્યો છે. બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર એવા માઉન્ટ આબુથી પધારેલા રાજયોગિની બી.કે.ગીતાબેન, અમદાવાદથી પધારેલા બી.કે.વિનુભાઇ, નવસારીથી પધારેલા રાજયોગિની બી.કે ગીતા દીદી, સાપુતારાના બી.કે. મધુ દીદી, આહવાના બી.કે. ઇના દીદી, બ્રહ્માકુમારીઝના સ્વયંસેવકો તથા સાપુતારાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં, બી.કે.ગીતા દીદીએ પર્યાવરણના જતન અને સંવર્ધનની મહત્તા સ્પષ્ટ કરી હતી.

બ્રહ્માકુમારીઝના ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા યોગના પ્રયોગ દ્વારા રાજયોગિ બ્રહ્માકુમાર ભાઇ/બહેનો પરમાત્માની યાદમાં રહીને, શુદ્ધ-સકારાત્મક વિચારોના માધ્યમથી યૌગિક-જૈવિક ખેતી કરી રહ્યાં છે. જેના દ્વારા ધરતીને ફળદ્રુપ બનાવી શકાય છે, અને આમ પર્યાવરણમાં પરિવર્તન કરીને તેનું જતન કરી શકાય છે તેમ બી.કે. ગીતા દીદીએ આ વેળા જણાવ્યું હતું. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં પ્રવાસન નિગમના મેનેજર શ્રી રાજુભાઇ ભોસલે સહિત હોટેલ શિલ્પીના શ્રી નવિનભાઇ, હોટેલ આનંદોના શ્રી ધર્મેશભાઇ, પટેલ એમ્પોરિયમના શ્રી રીતેશ પટેલ, બોટીંગ ક્લબના શ્રી પાંડુભાઇ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.