સાબરકાંઠાઃ પોગલુ સીમ પાસે આવેલ એસાર પેટ્રોલ પંપની ઓફિસમાંથી ૧,૭૯,૮૦૦ ની મતાની ચોરી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોગલુ ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ ખાતે રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો દ્વારા ઓફિસ માં પ્રવેશ કરી તિજોરી માં રહેલ રોકડ રકમ તથા ટેબલ ના ખાનામાં રહેલ રોકડ રકમ કુલ-૧,૭૯,૮૦૦ ની કોઇ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી ને લઇ જતાં પેટ્રોલપંપ માલિક દ્વારા પોલીસ ફરીયાદ કરી .
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ પ્રાંતિજ ના પોગલુ ગામની સીમમાં આવેલ એસાર પેટ્રોલપંપ ખાતે તા.૨૦/૧૧/૨૦૧૯ ના રોજ રાત્રી ના ૨|૧૫ થી ૩ વાગ્યા ના સમય દરમ્યાન ઓફિસ ના મેન દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ટેબલ ના ખાનામાં રહેલ તિજોરી ની ચાવી થી તિજોરી ખોલી તિજોરી માં મુકેલ ૧,૩૫૦૦૦ તથા બાજુ ની રૂમમાંથી આખુ ટેબલ બહાર કાઢી પાછળ ના ભાગે લઇ જઇ ને ટેબલ નું ખાનું તોડી અંદર થી ૪૪,૮૦૦ મળી કુલ ૧,૭૯,૮૦૦ ચોરી કરી અજાણ્યા તસ્કરો પ્રલાય થતાં એસાર પેટ્રોલ પંપ માલિક પટેલ ધવલ કુમાર શૈલેષભાઈ દ્વારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરતા પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે દોડી આવી આઇપીસી કલમ ૪૫૭,૩૮૦ મુજબ ગુનોનોધી તપાસ હાથધરી હતી અને તો એસોજી તથા ડોંગ ની પણ મદત લેવામાં આવી હતી .