સાબરકાંઠાના શહેરો – ગામોમાં ૫૧૦૦ પાણીના કુંડા- ચણિયારૂ મુકવા સંકલ્પ લેવાયો
સાબરકાંઠા હિન્દુ યુવા સંગઠન દ્વારા આજરોજ ગાંભોઇ ખાતે દુકાનદારો, આસ પાસ ના ગામો માં રહેવાસીઓ ને પાણી ના કુંડા ચણિયારૂઆપવામાં હિન્દુ યુવા સંગઠન ઉ,ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત દ્વારા જણાવવામાં આવ્યું કે દાન અને પુણ્ય નો મહિમા ધરાવતો વર્ષનો શ્રેષ્ઠદીવસ એટલે ઉતરાયણ, આગામી દિવસો માં ઉતરાયણ સુધી સાબરકાંઠા જિલ્લા ના ગામ અને શહેર માં ૫૧૦૦ પાણી ના કુંડા- ચણ અર્થે ચણિયારૂ મુકવા માં આવશે
સાબરકાંઠા પ્રમુખ સર્વિનભાઈ પટેલ દ્વારા જિલ્લા માં ઝડપી અને સરળ રીતે વિતરણ માટે તાલુકા વાઇસ કમિટી બનાવવામાં આવી, ગાંભોઇ ખાતે આ કાર્ય તાલુકા પ્રભારી મુકેશ સિંહ રાઠોડ, ગાંભોઇ પ્રમુખ ગોપાલ સિંહ રાઠોડ, મહામંત્રી વિરલ ભાઈ પ્રજાપતિ, ઉપ પ્રમુખ ઉમંગભાઈ સુખડીયા , સંગઠન મંત્રી વિરેન્દ્રસિંહ પરમાર, પ્રકાશભાઈ પરમાર, શ્રવણભાઈ રાવ, અને અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા, આ કાર્ય મા રાજપૂત સમાજ અગ્રણી ઉપેન્દ્રસિંહ સોલંકી, હિંમતનગર પ્રમુખ પ્રતિકભાઈ પટેલ, મહેમાન તરીકે હાજર રહ્યા હતા.