સાબરકાંઠામાં ધોધમાર વરસાદ : ક્વાંટમાં ૧ર કલાકમાં ૧૦ ઈંચ વરસાદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/sabarkhatha.jpg)
File photo
(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતમાં વરસાદે થોડોક વિરામ લીધા બાદ હવામાન ખાતાની આગાળી પ્રમાણે ૮, ૯ તથા ૧૦ ગુજરાત- સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડનાર હોવાથી લોકોને એલર્ટ રહેવા જણાવવામાં આવે છે.
છોટાઉદેપુર જીલ્લામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળ્યા છે સાબરકાંઠાના ક્વાંટમાં જાણે આભ ફાટયું હોય તેમ એક જ રાતમાં ૧૦ ઈંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી પાણી થઈ ગયા છે
સંખેડા પાસે આવેલ હીરણ નદીમા ઘોડાપુર આવતા નદી કીનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે હીરણ નદી પરના વાહન વ્યવહાર બંધ કરાયો છે. સુરતમાં થયેલ વરસાદ બાદ હવે રોગચાળએ માથુ ઉંચકયું છે સુરત, ડાંગ, તાપી, નવસારી તથા દમણમાં ભારે વરસાદની આગાહીથી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.