સાબરકાંઠામાં સગા બાપે જ સગીર દીકરી પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ
હિંમતનગર: સમાજ-જીવનમાં સંબંધો ઉપરથી ભરોસો ઊઠી જાય તેવી ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાં બહાર આવી છે. જ્યાં સગા બાપે સગીર પુત્રી પર દુષ્કર્મ કરતા જિલ્લાભરમાં ખળભળાટ સર્જાયો છે. જાે કે જિલ્લા પોલીસે આરોપી પિતાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં બે પુત્રીઓ તેમજ ૫ દીકરાના બાપે સગી દીકરી ઉપર દુષ્કર્મ ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવીને છેલ્લા છ વર્ષથી વસવાટ રાજસ્થાની પરિવાર મજુરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે.
સાત સંતાનોની માતા મજુરી કામ કરી ઘરના તમામ સભ્યોનું જીવન નિર્વાહ કરે છે ત્યારે કુટુંબના પરિવારના મોભી તરીકે જવાબદારી હોવા છતાં આજદિન સુધી તેના પતિ કોઈપણ કામ ધંધો કરતા નથી. જાેકે સાત સંતાનોના પિતાએ પોતાની સૌથી મોટી પુત્રીને આજે એકલતાનો લાભ લઈ સવારે તેને પોતાની હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ થઈ છે.
જેની ફરિયાદ યુવતીની જનેતાએ હિંમતનગર પોલીસ સ્ટેશનને આપતા હવસખોર બાપની અટકાયત કરાઈ છે. પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ થયાના પગલે પોતાના જ પતિ સામે ફરિયાદ કરતા પોલીસે પણ તાત્કાલિક ધોરણે આરોપીઓને અટકાયત કરી છે. એક તરફ સભ્ય સમાજની વાતો થઇ રહી છે. તો બીજી તરફ સમાજને તાર તાર કરનારી આ ઘટના એ સમાજ-જીવનમાંથી જાણે કે સંબંધો લજવાયા હોય તેવો ઘાટ સર્જ્યો છે