સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના નદી પટમાં શક્કરટેટીની ખેતી: નદીઓ પ્રદુષિત બનતાં લોકોના આરોગ્ય ઉપર ખતરો

બાયડ, શિયાળો શરૂ થયો છે ત્યારે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના નદીપટમાં શક્કરટેટીની ખેતી શરૂ થઈ છે. આ વર્ષે ચોમાસા દરમિયાન ઓછો વરસાદ અને એકપણ જળાશય છલકાયું નથી અને નદીઓ કોરીધાકોર જાેવા મળી છે પરંતુ નદી પર બાંધવામાં આવેલા ચેકડેમ વિસ્તારોમાં શક્કરટેટીની ખેતી જાેવા મળી છે.
નદીઓ પ્રદુષિત બનતાં પ્રજાના આરોગ્ય ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. જિલ્લાની અનેક નદીઓ પ્રદુષિત હોવાના અહેવાલ છે. સાબરમતી નદી રાજ્યની સૌથી વધુ પ્રદુષિત નદીમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે નદીઓમાં આ વર્ષે ઘોડાપૂર જેવી સ્થિતિ જાેવા મળી નથી. કેટલીક નદીઓ બે કાંઠે પણ વહી નથી.
જેના કારણે બંધિયાર પાણી વધુ દુષિત જણાઈ રહ્યું છે. દર વર્ષે ઉનાળા દરમ્યાન શક્કરટેટીનું મબલખ ઉત્પાદન થતું હોય છે. તલોદ, પ્રાંતિજ, ધનસુરા અને બાયડ તાલુકાના નદીના પટમાં સૌથી વધારે પ્રમાણમાં વાવેતર પછી ઉત્પાદિત શક્કરટેટી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાં પણ વેચાણ માટે જતી હોય છે.
કેટલાંક કિસ્સાઓમાં શક્કરટેટી વાવેતર દરમ્યાન અનેક પરીવારો બાખળતાં હોય છે. પરંતુ કેટલાંક ગરીબોને રોજગારી મળતી હોવાથી તંત્ર માનસાઈ દાખવતી હોય છે. પરંતુ આ વર્ષે ઓછા વરસાદના કારણે પ્રદુષિત પાણીથી ઉત્પાદન થવાનું જે પ્રજાના આરોગ્ય માટે જાેખમી સાબિત થાય તેવી દહેશત સેવાય છે.