સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં હોળી-ધુળેટીનું પર્વ લોહીયાળ બનવાની દહેશત
આદિવાસી વિસ્તારોમાં વેરની વસુલાતના બે દિવસ ભારે…!!
બાયડ, સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં હોળી ધુળેટીના તહેવારોમાં સામાન્ય બોલાચાલીના બનાવ નોધાતા હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં તો વર્ષોથી આ તહેવારો દરમ્યાન લોહીયાળ ધિંગાણાં નોધાતાં આવ્યાં ેછ. જેથી હોળી-ધુળેટીનું પર્વ લોહીયાળ બનવાની દહેશત વ્યકત થઈ રહી છે.
આ દિવસે સમાજમાં વેર વાળવાના આ બે મહત્વના દિવસોમાં કોઈને કોઈ રીતે ઘર્ષણ ના બનાવ નોધાતા આવ્યા છે. ત્યારે પોલીસ આદિવાસી વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે બંને પર્વની ઉજવણી થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવે તે જરૂરી છે. અન્યથા ભુતકાળના વર્ષોમાં રંગના બદલે લોહીથી હોળી-ધુળેટીનું પર્વ રંગાયાના બનાવ પણ આજે તાજા છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હોળીનું એક આગવું મહત્વ છે. તેમાંય આદિવાસી પરીવારો માટે હોળી અન્ય તહેવારો કરતાં પણ વધુ મહત્વનું પર્વ હોળીના આગમનને એક સપ્તાહ પૂર્વે આદિવાસી વિસ્તારોમાં હોળીને વધાવવા માટે બુગીયા ઢોલ વાગવાની શરૂઆત થઈ જતી હોય છે.
આદિવાસી મહીલાઓ પરંપરાગત ભાષામાં હોળીના ગીતો ગાઈ ઉત્સાહ મનાવતી હોય છે. પરંતુ તે બધાથી વેરની પણ વસુલાત આ દિવસોમાં અચૂક હોલીકાની જવાળાની જેમ પ્રગટ થઈ જતી હોવાથી કોઈને કોઈ વિસ્તારોમાં સશસ્ત્ર ધિંગાણા સર્જાઈ જતાં હોય ેછ.
ભૂતકાળમાં વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના, લાંબડીયા, ખેરોજ સહીતના વિસ્તારોમાં હોળી-ધુળેટીના તહેવારો લોહીયાળ બનેલા છે. ત્યારે આ વર્ષે પણ ઉપરોકત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઉભો નહીં કરાય તો કેટલાયને માથાં લોહીથી લથપથ થઈ જવાની ભીતી અંદરખાને વ્યકત થઈ રહી છે.
આદિવાસી પરંપરામાં વેરની વસુલાત માટે તહેવારો ઉપર જ પસંદગી ઉતારાતી હોય છે. અને ગામમાં ગુનાને અંજામ આપી નાસી ગયેલો કોઈપણ ઈસમ તહેવાર ઉપર તો અચુક ઘેર આવતો હોય છે જેથી સામેનો પક્ષ તેની તાકમાં જ બેઠો હોય ે. અને જેઓ ગુનો કરનાર શખ્સ હોલીકાદહન સ્થળ કે અન્ય જાહેર સ્થળે દેખાય તે તરત જ હથીયારો લઈ તુટી પડતા હોવાથી વર્ષોથી હોળી-ધુળેટીનું પર્વ આદિવાસી વિસ્તારોમાં રકતરંજીત થયું આવ્યું છે.
જીલ્લામાં આ વર્ષે આદિવાસી વિસ્તારોમાં હત્યા અપહરણ સહીત બળાત્કારીની જધન્ય ઘટનાઓ નોધાયેલી છે તે જાેતાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ઉભો નહી કરે તો હોળી-ધુળેટીનું પર્વ આદિવાસી વિસ્તારો માટે લોહીયાળ બની જશે તેવું જણાઈ રહયું છે.