સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી
(પ્રતિનિધિ) પ્રાંતિજ, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે તેનાથી મચ્છર જન્ય તથા પાણીજન્ય રોગચાળો વધવાની શક્યતા રહેલી હોય છે, સાબરકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. મનીષ ફેન્સી ની સુચનાથી જિલ્લાના તમામ તાલુકાઓમાં તથા શહેરી વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત તમામ તાલુકામાં જિલ્લા આરોગ્ય વિભાગ ના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનો દ્વારા ટીમો બનાવી તમામ ઘરોની ની મુલાકાત લઇ મેલેરીયા ડેન્ગ્યુ ચિકનગુનિયા તથા પાણીજન્ય રોગચાળા અટકાયતની તથા આરોગ્ય શિક્ષણ આપી તાવ ના કેસની તપાસ કરી સ્થળ પર સારવાર આપવામાં આવે છે ઉપરાંત મચ્છરના બ્રિડિંગ વાળા પાત્રોમાં દવા નાખી તથા સોર્સ રિડક્શન કરી સર્વેલન્સ હેઠળ આવળી લેવામાં આવશે.*