સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે ઇન સર્વિસ ડૉકટર એસોસિયેશનની મિટિંગ યોજાઈ
સાબરકાંઠા :સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે તા: ૩૧/૧૨/૨૦૧૯ ના રોજ ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન સાબરકાંઠા અને મેડિકલ ઓફીસર વર્ગ -૨ યુનિયનની મીટિંગ મળી હતી,જેમાં સર્વાનુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ગુજરાત ઇન સર્વિસ ડોકટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હિંમતનગરના આર.એમ.ઓ. વર્ગ-૧ ડૉ.એન.એમ.શાહ અને સેક્રેટરી તરીકે ડૉ.આર.ડી.ગૌસ્વામી તાલુકા હેલ્થ ઓફિસર ખેડબ્રહ્માની વરણી કરવામાં આવી હતી.
મેડિકલ ઓફિસર વર્ગ-૨ યુનિયનના પ્રમુખ તરીકે ડૉ.રાજ સુતરિયા મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંતરસુબા અને મહામંત્રી તરીકે મેડિકલ ઓફીસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામણાના ડૉ.એ.આઈ.મલેકની વરણી કરવામાં આવી હતી.