સાબરકાંઠા જિલ્લા ભાજપના મહિલા મોરચાના મંત્રી તરીકે નિયુક્તિ

(પ્રતિનિધિ) મોડાસા, વિજયનગર તાલુકાના ચિતરિયા ગામના વતની અને ભાજપનાં સંનિષ્ઠ કાર્યકર્તા સૂર્યાબેન ભટ્ટની સાબરકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી તરીકે નિયુક્તિ થતા વિજયનગર પંથક સહિત બ્રહ્મ સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે.
તેમની નિયુક્તિને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા,તાલુકા ભાજપના પ્રમુખ માયુરભાઈ શાહ સહિત બ્રહ્મ સમાજના આગેવાનોએ આવકારીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.