સાબરકાંઠા પોલિસનો ટ્રાફિક નિયમન માટે અનોખો પ્રયોગ
શહેર સહિત રાજયભરમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ થવાનો છે ત્યારે વાહનચાલકો માટે ઉપયોગી હેલમેટ અંગે લોકજાગૃતિ લાવવા માટે પોલીસતંત્ર સક્રિય બન્યું છે. તસ્વીરમાં સાબરકાંઠા જિલ્લાના એક ગામમાં ગરબાની સ્પર્ધામાં વિજેતા બનેલા યુવકને ઈનામ રૂપે હેલમેટ પહેરાવતા પોલીસ અધિકારી નજરે પડે છે. આ પ્રસંગે અન્ય યુવકોને પણ પોલીસતંત્ર દ્વારા હેલમેટો આપવામાં આવ્યા હતા.
રાજયભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ પડતાં જ લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પણ તેટલું જ જરૂરી છે. પોલિસ પણ લોકોને નવા ટ્રાફિક નિયમો અપનાવવા માટે નિતનવા ઉપાયો કરી રહી છે. ટ્રાફિક સેફટી માટે સ્કુલો, કોલેજો અને જાહેર સ્થળો પર ટ્રાફિક નિયમોથી થતાં લાભો વિષે જાણકારી આપી રહી છે.
બનાસકાંઠા પોલિસે તો હાલમાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં વિજેતાઓને હેલ્મેટ આપી એક નવતર પ્રયોગ પણ કર્યો અને નવરાત્રીમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી. યુવકોએ પણ હેલમેટ પહેરીને જ વાહન ચલાવીશું તેવી ખાતરી આપી હતી.