સાબરમતીઃગેસ એજન્સીનું શટર તોડી ચોરો આખી તિજોરી ઉપાડી ગયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એક તરફ પોલીસ તંત્ર દ્વારા શહેરની સુરક્ષા માટે ઠેરઠેર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. ઉપરાંત દુકાનો, ઓફીસો મોટાં કોમ્પલેક્ષ તથા સોસાયટીમાં પણ સીસીટીવી કેમેરા ફરજીયાત કરવામાં આવ્યાં છે. પોલીસની ગાડીઓનું ચોવીસ કલાક પેટ્રોલીગ પણ ચાલુ હોય છે. જા કે મોટેભાગે સીસીટીવી કેમેરાથી લઈને પેટ્રોલિંગ સુધીની સવલતોનો ઉપયોગ કરીને ગુના રોકવા કે ગુનેગારોને પકડવાની જગ્યાએ સીધા સાદા શહેરીજનોને દંડવામાં તથા તેમને પરેશાન કરવા માહે વધારે થઈ રહયો છે.
શહેરમાં લુખ્ખા ગુંડા, ચીલ ઝડપ કરતાં તસ્કરો તથા ચોરો ખુલ્લેઆમ ફરી રહયાં છે. જયારે પોલીસ તંત્ર સામાન્ય નાગરીકો ઉપર ઘોંસ જમાવીને કાર્યવાહી કર્યાનો સંતોષ મેળવી રહી છે. જયારે ગુનેગારો સુધી તેમનાં હાથ પહોચી શકતાં જ નથી.
ચોરી કે લુંટના મોટાભાગનાં બનાવો વણઉકેલ્યાં રહે છે.ત્યારે પોલીસની કામગીરી સામે શંકા ઉઠી રહી છે. આ પરીસ્થિતીમાં વધુ એક વખત પોલીસની નિષ્ફળ કામગીરીને પગલે ચોરો બેફામ બનતાં એક દુકાનનું શટર તોડીને આખેઆખું લોકર જ ઉઠાવી ગયા છે.
આ અંગેની વિગત એવી છે કે ચાંદખેડાના ગુજરાત હાઉસીગ બોર્ડનાં મકાનોમાં રહેતાં ચેતનભાઈ જગદીશભાઈ ઠકકર સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવતાં પાવર હાઉસ નજીક ગાયત્રી કોમ્પલેક્ષમાં પોતાની ગેસની એજન્સી ધરાવે છે. ચેતનભાઈ નિત્યક્રમ અનુસબ સોમવારે સાંજે સાડા પાંચ વાગે વકરાનો હિસાબ કર્યો બાદ અમુક રકમ પોતાની પાસે રાખીને બાકીની રોકડ રૂપિયા બે લાખ અઠાવન હજાર ઓફીસનાં લોકરમાં મુકી ગયા હતા.
બાદમાં મધરાત્રે કેટલાંક તસ્કરો તેમની ઓફીસ પર ત્રાટકયા હતા અને બંધ ઓફીસનું સટર કોઈ સાધન વડે ઉંચુ કરીને બેખોફ કેટલાંક ચોરો અંદર ઘુસી ગયા હતા. ઓફીસમાં અન્ય કેટલાંક સામાન ફેધ્યા બાદ તસ્કરોએ ઓફીસમાં મુકેલુ લોકર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જા કે તેમાં નિષ્ફળ રહેતા તસ્કરો ભેગાં મળીને આખેઆખું લોકર ઓફીસમાંથી ઉઠાવીને ગાયબ થઈ ગયા હતા.
ગઈકાલે સવારે ચેતનભાઈ સાડા દસ વાગ્યાનાં અરસામાં ઓફીસ ખોલવા આવ્યા ત્યારે શટર ઉંચું જાતાં તેમને શંકા ગઈ હતી. દુકાનમાં તપાસ કરતાં અઢી લાખથી વધુની રોકડ રકમ ભરેલું આખે આખું લોકર ગાયબ હતું. જેને પરીણામે ચેતનભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં સાબરમતી પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. તથા એફએસએલ અધિકારીઓને પણ કરવામાં આવી હતી. પોલીસે ગેસ એજન્સીનાં તથા આસપાસનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ મેળવીને ચોરોની ઓળખ હાથ ધરી છે. પોલીસનાં પેટ્રોલિંગ દાવાઓની વચ્ચે એક ઓફીસમાંથી અઢી લાખથી વધુ રોકડ રકમ ચોરી થઈ જતાં આસપાસનાં વેપારીઓ ગભરાટ નો માહોલ પ્રસરી ગયો છે. અને પોલીસ આ મામલે નકકર પરીણામ આવે તેવી માંગણી વેપારીઓ કરી રહયાં છે.