Western Times News

Gujarati News

સાબરમતીઃ પતિએ માતા સાથે મળી પત્ની અને તેનાં પરીવાર પર હુમલો કર્યાે

અમદાવાદ: કોર્ટ મેરેજ કર્યા બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં પત્ની પોતાનાં પિતાનાં ઘરે રહેતી હતી. રવિવારે પતિએ પોતાની માતા અને અન્ય શખ્સો સાથે મળી પત્ની તથા તેનાં પરીવાર પર હુમલો કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

વેલેન્ટીના શાહનાં લગ્ન ફેબ્રુઆરી માસમાં કુલદીપ પરીખ (આશ્રમ એપાર્ટમેન્ટ, બોડકદેવ) સાથે થયા હતા. લગ્ન બાદથી જ કુલદીપ દારૂ પીને વેલેન્ટીનાબેન સાથે ઝઘડો કરી વારંવાર મારઝુડ કરતાં તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તેમની ધરપકડ બાદ હાલ કુલદીપ જામીન ઉપર છે.

રવિવારે તે પોતાની માતા અને માતાના મિત્ર ઊપરાંત અન્ય શખ્સો સાથે વેલેન્ટીનાબેનનાં ઘરે સાબરમતી ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેણે ઝઘડો કરી વેલેન્ટીનાબેન તથા તેનાં પરીવાર પર હુમલો કરતાં તે ઘવાયા હતા. દરમિયાન બુમાબુમ થતાં પાડોશીઓ બહાર આવતાં કુલદીપ સહિતનાં શખ્સો ભાગી ગયા હતાં અને જતાં જતાં વેલેન્ટીનાબેનનાં એક્ટીવામાં તોડફોડ કરી હતી. આ અંગે તેમણે સાબરમતી પોલીસને જાણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.