Western Times News

Gujarati News

સાબરમતીમાંથી અમેરીકન નાગરીકોને ઠગતું કોલ સેન્ટર ઝડપાયું

સાયબર ક્રાઈમની કાર્યવાહી: કોલ સેન્ટ ચલાવનાર તથા નાણાં પ્રોસેસ કરી આપનાર સહીત બે શખ્સની ધરપકડ
(પ્રતિનિધિ) અમદાવાદ,
એક સમયે અમદાવાદ શહેરમાં અમેરીકન નાગરીકોને લુંટતા કોલ સેન્ટરોનો રાફડો ફાટયો હતો જાેકે આ સમગ્ર ધંધો ગેરકાયદેસર રીતે ચાલતો હોવાી પોલીસે તમામ કોલ સેન્ટરો બંધ કરાવી દીધા હતા ત્યારબાદ હજુ પણ કેટલાંક શખ્સો છુટા છવાયા છુપી રીતે આવા કોલ સેન્ટરો ચલાવી શોર્ટ કટમાં રૂપિયા કમાવવામાં પડયા છે આવા જ એક શખ્સને સાયબર ક્રાઈમ પોલીસે તેના ઘરમાંથી ઝડપી લીધો છે જયારે તેની મદદ કરતો એક શખ્સ પણ પકડાયો છે.

સાયબર ક્રાઈમ પોલીસના પીએસઆઈ એચ.એન વાઘેલાની ટીમને ગૌરવ રાઠોડ નામનો વ્યક્તિ પોતાના મળતિયા સાથે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી લોન આપવાના બહાને પ્રોસેસીંગ ફીના નામે અમેરીકન નાગરીકોને છેતરી ગયો હોવાની માહીતી મળી હતી જેને આધારે તેમણે મોટેરા સ્ટેડીયમ રોડ ખાતે આવેલી આનંદનગર સોસાયટીના એક મકાનમાં દરોડો પાડયો હતો ગૌરવને તેના ઘરમાંથી જ પકડી લીધો હતો ઉપરાંત મોબાઈલ તથા લેપટોપ સહીતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

બાદમાં પુછપરછ કરતાં પોતે અમેરીકાની યુએસએ એડવાન્સ અમેરીકા લોન સેન્ટર નામની કંપનીના અધિકારીની ઓળખ આપી અમેરિકન નાગરીકોને લોન આપવાના બહાને ઈન્સ્યોરન્સ પેટે ગુગલ પ્લે કાર્ડની ખરીદી કરાવી અમનદીપ સિંઘ ભાટીયા (શિલ્પા સોસાયટી, સાબરમતી) પાસે ગિફટ કાર્ડનું પ્રોસેસ કરાવી નાણાં મેળવતો હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસે ગૌરાંગ પાસે જ ફોન કરાવી અમનદીપને તેના ઘરે બોલાવી ઝડપી લીધો હતો જેની પુછપરછમાં ગૌરાંગ પાસેથી આવેલા કાર્ડ નંબર લઈ અમનદીપ જાેહન પીટરસન ઉર્ફે અમીત ચૌધરી, બાપુ, નોર્મન ઉર્ફે મંથન યાદવ, માઈન ઉર્ફે અવતાર રાજપુરોહીત તથા જીતેન નાયર નામના માણસોને ફોરવર્ડ કરતો હોવાનું જણાવ્યું હતું. સાયબર ક્રાઈમે બંને સામે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.