સાબરમતીમાંથી મોબાઈલ ફોન ચોરી કરતી ટોળકી ઝડપાઈ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી, લુંટફાટ કરતી ટોળકીના આંતક વચ્ચે પોલીસતંત્ર સક્રિય બનેલુ છે આ દરમિયાનમાં અગાઉથી મળેલી બાતમીના આધારે સાબરમતી પોલીસે ગઈકાલ મોડી રાત્રે એક મકાનમાંથી સગીર સહિત ત્રણ વ્યક્તિઅે ધરપકડ કરી તલાસી લેતા તેઓની પાસેથી ચોરીના ૧પ જેટલા મોબાઈલ ફોન અને એક લેપટોપ મળી આવ્યું હતું
પોલીસે તમામની ધરપકડ કરી પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. લાલ દરવાજા નજીક મ્યુનિસિપલ બસમાંથી એક મુસાફરનો મોબાઈલ ફોનની તફડંચી કરી નાસી છૂટેલા શખ્સને કારંજ પોલીસે ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે ઈસનપુર વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક ે રહેતો સલમાન ઉર્ફે ટકલો મહેબુબ ખાન પઠાણ નામનો શખ્સ ગઈકાલે બપોરે લાલ દરવાજા વિસ્તારમાં એએમટીએસ બસ સ્ટેન્ડ પરથી મ્યુનિસિપલ બસમાં ચડ્યો હતો.
અને બસમાં મુસાફરની નજર ચુકવી મોબાઈલ ફોનની તફડંચી કરી નાસી છુટ્યો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી સલમાનને ઝડપી લીધો હતો.
પકડાયેલો આ શખ્સ તફડંચી અને ચીલઝડપના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.